ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી નથી રહી? નવસારીમાં ભાજપનાં જ બે જુથ સામસામે આવી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : એક સમય હતો જ્યારે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી માનવામાં આવતી હતી. જ્યાં એકવાર આદેશ આવે તે અનુસાર તમામ કાર્યકર્તાઓ વર્તતા હોય છે. મુખ્યમંત્રી કક્ષાનો નેતા હોય તો પણ તે આદેશ અનુસાર ચાલતો હોય છે. તેવામાં હાલ આ સ્થિતિ બદલી ચુકી છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સરકારના ઉચ્ચ અધિકારીઓથી માંડીને પાર્ટીના નાના કાર્યકર્તા સુધી દરેક શિસ્તબદ્ધ રહેતા હતા. એકવાર આદેશ થઇ ગયા બાદ કોઇનામા પણ ચું કે ચા કરવાની હિંમત નહોતી.

જ્યારે મોદી સીએમ હતા ત્યારે સુપ્રીમાદેશ ફાઇનલ માનવામાં આવતા
જો કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા ત્યાર બાદ ગુજરાતમાં 3 મુખ્યમંત્રી બદલાઇ ગયા અને સંગઠન કે સરકાર તે તંત્ર તમામ પર સરકારની પકડ ઢીલી પડતી જ ગઇ અને કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં પણ શિસ્ત ક્રમશ રીતે ઘટતી ગઇ હતી. આ પ્રકારે આજે સ્થિતિ એવી છે કે, શીર્ષ નેતૃત્વના આદેશનો પણ ઇન્કાર કરી દેતા હોય છે.

નવસારીની સેન્સ પ્રક્રિયા દરમિયાન ભારે ગરમાગરમી
નવસારી જિલ્લાની 174 જલાલપોર વિધાનસભા માટે સેન્સની પ્રક્રિયા દરમિયાન ભારે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. હાલના ધારાસભ્ય આર.સી પટેલ 2000 જેટલા લોકો સાથે કમલમ પર પહોંચ્યા હતા. ત્યાં તેમના કાર્યકર્તાઓ શક્તિપ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે અન્ય દાવેદાર અનિલ પટેલ અને દિનેશ પટેલ પણ આવી પહોંચ્યા હતા. આ તમામ લોકોએ શક્તિપ્રદર્શન શરૂ કર્યું હતું. શરૂઆતમાં શાંત બાદ દેખાવો તોફાની બન્યા હતા. તમામ દાવેદારોના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને એકબીજાની વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

ADVERTISEMENT

ભાજપના જ બે દાવેદારોના સમર્થકો સામસામે આવી ગયા
નવસારીની સેન્સ પ્રક્રિયામાં એક જ પક્ષનાં એટલે કે ભાજપનાં જ બે નેતાઓના સમર્થકો સામસામે આવી ગયા હતા. બંન્ને દાવેદારોના સમર્થકોએ કમલમ પર હોબાળો મચાવ્યો હતો. એક જ ચાલે નારા લગાવીને શક્તિપ્રદર્શન કર્યું હતું. જો કે આ ઘટનાની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાઇ હતી. આ ઉપરાંત આ ઘટનાને કારણે ભાજપને પણ ઘણું સહેવું પડે તેવી શક્યતા છે.

(વિથ ઇનપુટ રોનક જાની)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT