કેન્દ્રીય ચૂંટણી પંચની બેઠકમાં ભાજપ-કોંગ્રેસે પોતાના મંતવ્યો રજુ કર્યા
ગાંધીનગર : કેન્દ્રીય ચૂંટણીપંચ વધારે એક વખત ગુજરાતની મુલાકાતે છે, આજની આ મુલાકાત વિવિધ રાજકીય પક્ષના આગેવાનો સાથે બેઠક યોજીને સુચનો મેળવવા માટેની છે. ગુજરાત…
ADVERTISEMENT
ગાંધીનગર : કેન્દ્રીય ચૂંટણીપંચ વધારે એક વખત ગુજરાતની મુલાકાતે છે, આજની આ મુલાકાત વિવિધ રાજકીય પક્ષના આગેવાનો સાથે બેઠક યોજીને સુચનો મેળવવા માટેની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટણી પંચના વડા પણ આજે ગુજરાત આવ્યા હતા. તેમણે તમામ જિલ્લાઓના કલેક્ટર તથા પોલીસ વડા સાથે બેઠક યોજી હતી. કેન્દ્રીય ચૂંટણીપંચના વડા ગુજરાતની મુલાકાત ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે પણ બેઠક આયોજીત કરી હતી.
ચૂંટણી પંચે પ્રથમ તબક્કામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે બેઠક આયોજીત કરી હતી. ભાજપ તરફથી પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા અને પરિન્દુ ભગત હાજર રહ્યા હતા. જેમાં ભાજપ દ્વારા ચૂંટણી પંચને કેટલાક સુચનો આપવામાં આવ્યા હતા. જેને ચૂંટણી પંચે નોંધ્યા હતા.
ભાજપ દ્વારા પોતાના કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ત્યાર બાદ બીજા તબક્કામાં કોંગ્રેસ સાથે બેઠકમાં પણ તેમના મંતવ્યો માંગ્યા હતા. જેમાં કોંગ્રેસે ચૂંટણી બે તબક્કામાં યોજવા માટેની માંગ સહિત કુલ 6 માંગ કરી હતી. અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસ પક્ષે પણ રજુઆત કરી હતી અને કોંગ્રેસ તરફથી દીપક બાબરિયાએ પણ મીડિયા સાથે વાત કરી હતી. કોંગ્રેસ દ્વારા રજુ કરેલા સુચનો અંગે માહિતી આપી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT