તલાટી કમ મંત્રીની પરીક્ષા અંગેનું સૌથી મોટું અપડેટ, કાલેને કાલે જ પતાવી દેજો આ કામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : તલાટી કમ મંત્રીની પરીક્ષાની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે. તેવામાં આ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે વધારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. આખરે ઉમેદવારોની આતુરતાનો અંત આવી ચુક્યો છે. ઉમેદવારો હવે પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. 7 મેના રોજ તલાટી કમ મંત્રીની લેખિત પરિક્ષાનું આયોજન થશે. આવતીકાલથી આ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. આ અંગે ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. ગુરૂવારે બપોરે 1 વાગ્યા બાદ સત્તાવાર વેબસાઇટ OJAS.GUJARAT.GOV.IN પરથી ડાઉનલોડ કરી શકાશે.

આવતીકાલથી તલાટીકમ મંત્રીના કોલલેટર ડાઉનલોડ થઇ શકશે
અત્રે ઉલ્લેખનીય છે કે, તલાટી કમ મંત્રીના કોલ લેટર, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સમયગાળો આવતીકાલે 27 તારીખથી પરીક્ષાની તારીખ સુધી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ અંગે અધિકારીક રીતે જાહેરાત કરવામાં આવી હતી. આગામી 7 મેના રોજ પરીક્ષામાં કુલ 8.65 લાખ ઉમેદવારો દ્વારા સંમતી આપવામાં આવી હતી. જેથી 8.65 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનાં છે તેવું માનીને હાલ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

સંમતીપત્ર ભર્યા હશે તેઓ જ પરીક્ષા આપી શકશે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા સૌથી મોટી પરીક્ષા માનવામાં આવતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 9 એપ્રીલ 2023 ના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઇ હતી જેમાં 7.28 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં પણ 9.55 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેની સામે 7.28 લાખ ઉમેદવારોએ જ પરીક્ષા આપી હતી. જેથી તલાટીની પરીક્ષા માટે પહેલાથી જ સંમતી પત્ર ભરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેથી હવે સંમતીપત્ર ભરનાર વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે તેવો નિર્ધાર થયો હતો. આ ફોર્મ ભરનારા વિદ્યાર્થીઓ જ હવે પરીક્ષા આપી શકશે.

ADVERTISEMENT

No description available.

    follow whatsapp

    ADVERTISEMENT