તથ્ય પટેલના આલ્કોહોલ રિપોર્ટને લઈને અમદાવાદ પશ્ચિમ ટ્રાફિક DCPનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે.આ ઘટનામાંએક વ્યક્તિનું મૃત્યુ થયું કે જેઓ ગુજરાત પોલીસનો એક હિસ્સો હતા.…
ADVERTISEMENT
અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે.આ ઘટનામાંએક વ્યક્તિનું મૃત્યુ થયું કે જેઓ ગુજરાત પોલીસનો એક હિસ્સો હતા. જેગુઆર કાંડમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલના મામલામાં ઠેરઠેર લોકોનો ગુસ્સો જોવ મળી રહ્યો છે. ત્યારે હવે કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો અને આરોપીના રિમાન્ડ મેળવાયા છે. જે બાદ અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક DCP નિતા દેસાઇનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આરોપીના બ્લડ રિપોર્ટમાં તેમજ મિત્રોના રિપોર્ટમાં ક્યાંય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી.
બહુ ચર્ચિત જેગુઆર કાંડમાં મોટો ખુલાસો થયો છે. આ અંગે પશ્ચિમ ટ્રાફિક DCP નિતા દેસાઇએ જણાવ્યું કે, કેટલીક બાબતોમાં હજુ તપાસ અધુરી છે. આરોપીના બ્લડ રિપોર્ટમાં તેમજ મિત્રોના રિપોર્ટમાં ક્યાંય આલ્કોહોલનું સેવન કર્યાનું સામે આવ્યુ નથી તેમજ કારમાં મસ્તી કરતા હતા કે શું હતુ તે બાબતની તપાસ બાકી છે. અકસ્માતના દિવસે કોની કોની સાથે નીકળ્યો હતો તેમજ કઈ કઈ જગ્યાએ ગયા હતા, શું પ્રવૃત્તિ કરી હતી, આ તપાસ બાકી છે. અમુક સવાલોના જવાબ આપવામાં તથ્ય અચકાઈ રહ્યો છે. જેમાં કારની સ્પીડ અંગે પણ તથ્ય ચોક્કસ જવાબ આપી શક્યો નથી.
તથ્ય ત્રણ દિવસના રિમાન્ડ પર
ઉલ્લેખનીય છે કે, પોલીસે જેગુઆર કાંડના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ પાસેથી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકારી આપી રહ્યા નથી. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલ્યો છે. તથ્ય પટેલ અંગે કોર્ટ 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે. તથ્ય પટેલને લઈને કરવામાં આવેલી વકીલની સક્ષમ દલીલો અને પોલીસની કાર્યવાહીને જોતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT