બોગસ સરકારી કચેરી મામલે મોટા સમાચાર, પોલીસે પૂર્વ IAS અધિકારી બી.ડી નિનામાની કરી ધરપકડ
છોટાઉદેપુર અને દાહોદમાં સરકારી બોગસ કચેરીઓ ઉભી કરવા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં પોલીસે પૂર્વ IAS અધિકારી બી.ડી નિનામાની ધરપકડ કરી…
ADVERTISEMENT
છોટાઉદેપુર અને દાહોદમાં સરકારી બોગસ કચેરીઓ ઉભી કરવા મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં પોલીસે પૂર્વ IAS અધિકારી બી.ડી નિનામાની ધરપકડ કરી છે. દાહોદ પોલીસ દ્વારા સંદીપ રાજપૂત બાદ પૂર્વ IAS અને પૂર્વ પ્રયોજન અધિકારી બી.ડી નિનામાની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, 2019માં બી.ડી નિનામા પ્રયોજન ઓફિસર હતા.
સંદીપ રાજપૂતે બનાવી હતી બોગસ કચેરી
છોટાઉદેપુરમાં કાગળ ઉપર આખે આખી ખોટી સરકારી કચેરી જ ઉભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા ખળભળાટ મચી ગયો હતી. છોટા ઉદેપુરના બોડેલીમાં સંદીપ રાજપૂત નામના ભેજાબાજે કાર્યપાલક ઈજનેર શ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામના બોગસ ડોક્યુમેન્ટથી ખોટી સરકારી કચેરી બનાવી નાખી હતી. કાગળ પર બનેલી આ કચેરીથી તેણે 2021થી સરકારને ચૂનો લગાવવાનું શરૂ કર્યું અને કુલ 93 કામની આદિજાતિ પ્રયોજના વિભાગની કચેરીમાંથી 4 કરોડ 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ મેળવીને ઉચાપત કરી નાખી હતી.
પોલીસે શરૂ કરી હતી તપાસ
જોકે, આ ઉદવહન સિંચાઈ યોજનાની મીટિંગ થતા તેમાં બોડેલી સિંચાઈ વિભાગના કાર્યપાલ ઈજનેર ધવલ પટેલને બોર્ડર વિલેજ યોજનાના વર્ષ 2023-24 ઉદવહન સિંચાઈ યોજનાના 12 કામોના 3.74 કરોડની દરખાસ્ત વિશે પૂછવામાં આવતા તેમણે આવી કોઈ જ દરખાસ્ત ન કરી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તપાસ શરૂ કર્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
બે આરોપીઓની પોલીસે કરી હતી ધરપકડ
પોલીસે આ મામલે તપાસ હાથ ધરીને સંદીપ રાજપૂત અને અબુબકર સૈયદ નામના બે ઠગોની ધરપકડ કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમના 12 દિવસના રિમાન્ટ મંજૂર કર્યા હતા. જે બાદ ઠગોએ દાહોદ અને ઝાલોદમાં પણ 6 જેટલી સિંચાઈની બોગસ કચેરી ઊભી કરી કરોડોનું કોભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું.
18 કરોડથી વધારેનું કૌભાંડ
છોટાઉદેપુર બોગસ કચેરી બનાવ્યા બાદ દાહોદ અને ઝાલોદ ખાતે પણ બોગસ કચેરી ઉભી કરી 18 કરોડથી વધુની ગ્રાન્ટ ખોટી રીતે મેળવી હતી. બોગસ કચેરી હેઠળ 100 જેટલા વિકાસ કામો મંજુર કરાવી રૂપિયા 18,59,96,774 કરોડ જેટલી માતબર રકમની ગ્રાન્ટ મેળવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT