Big Breaking : નરોડાગામમાં 11 લોકોને કોઇએ નહોતા માર્યા! કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: નરોડાગામ હત્યાકાંડમાં સ્પેશિયલ કોર્ટ આજે ચુકાદો જાહેર કર્યો છે. જેમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, આ હત્યાકાંડમાં 11 લોકોનાં મોત થયાનો આરોપ લાગ્યો હતો. જેમાં ભાજપ સરકારનાં પૂર્વ મંત્રી માયાબહેન કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી, વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ જનરલ સેક્રેટરી જયદીપ પટેલ, ભાજપના નેતા વલ્લભ પટેલ વગેરેનાં નામો મુખ્ય છે. તેમની સામે હત્યા, તોફાનો કરાવવાનો, ગેરકાયદે ટોળું ભેગું કરવાનો અને ગુનાઇત ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો હતો. ત્યારે આજે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તમામ આરોપી નિર્દોષ જાહેર થતાંની સાથે જ કોર્ટની બહાર જય શ્રી રામના નારા લાગ્યા હતા.

આ કેસની સુનાવણી 2009થી શરૂ થઈ હતી. આ કેસમાં 187 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે 57 પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતા. આ કેસની સુનાવણી 13 વર્ષથી ચાલી રહી હતી. સપ્ટેમ્બર 2017માં અમિત શાહ માયા કોડનાનીના બચાવમાં સાક્ષી તરીકે હાજર થયા હતા. રમખાણો દરમિયાન માયા કોડનાની ગુજરાતની મોદી સરકારમાં મંત્રી હતા.

શું હતો મામલો 
ગુજરાતના ના માત્ર સામાજિક પરંતુ રાજકીય ઈતિહાસમાં કાળી ટીલી સમાન બનેલી ગોધરા સાબરમતી એક્સપ્રેસમાં ટ્રેનનો ડબ્બો સળગાવવાની ઘટના, 27 ફેબ્રુઆરી 2022ના રોજ બનેલી આ ઘટના  બની હતી.  2002માં ગોધરામાં ચાલતી ટ્રેનમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 58 લોકોના મોત થયા હતા. ગોધરાની ઘટનાના વિરોધમાં બીજા દિવસે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદના નરોડા ગામમાં કોમી હિંસા ફેલાઈ હતી. જેમાં 11 લોકોના મોત થયા હતા. આ પછી જ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફેલાઈ ગયા. આ કેસમાં SITની તપાસ બેઠી હતી અને માયા કોડનાનીને SIT દ્વારા આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવી હતી. માયા કોડનાની રાજ્ય સરકારમાં પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે.

ADVERTISEMENT

17 આરોપીઓ તો મૃત્યુ પણ પામી ચુક્યા
આ કેસમાં અત્યાર સુધી ઘણા પીડિતો મૃત્યુ પામ્યા, 86 આરોપીઓમાંથી 17 આરોપીઓ પણ મૃત્યુ પામ્યા છે.  ક્યારે ચુકાદો આવશે ક્યારે ચુકાદો આવશે તેવી સતત ચર્ચાઓ વચ્ચે ગત 5 એપ્રિલ 2023એ ફરિયાદ પક્ષ તથા બચાવ પક્ષની દલિલો પૂર્ણ થઈ ગઈ છે. હવે તેના ચુકાદાની આજે એટલે કે 20મી એપ્રિલે તમામ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 21 વર્ષ બાદ આજે કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. જેમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

શાહે પોતાની જુબાનીમાં કહી હતી આ વાત
અમિત શાહે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે તેઓ 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:15 વાગ્યે વિધાનસભા માટે તેમના ઘરેથી નીકળી ગયા હતા. ગૃહની કાર્યવાહી સવારે 8.30 વાગ્યે શરૂ થવાની હતી. તેમણે 28 ફેબ્રુઆરીના રોજ સવારે 8.40 વાગ્યે ગુજરાત વિધાનસભામાં માયા કોડનાનીને જોયા હતા. તેણે કહ્યું કે મને ખબર નથી કે વિધાનસભા છોડીને સોલા સિવિલ હોસ્પિટલ પહોંચતા પહેલા તે ક્યાં હતા . આ પછી સવારે 11 થી 11.30 વાગ્યાની આસપાસ તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા હતા.

ADVERTISEMENT

187 સાક્ષીની તપાસ કરવામાં આવી હતી
નરોડા ગામ હત્યાકાંડમાં 187 સાક્ષીની તપાસ કરવામાં આવી છે, જેમાંથી 5 જેટલા સાક્ષી મેડિકલ વિટનેસ છે. ફરિયાદી પક્ષે આરોપીઓના કોલ ડિટેલ રેકોર્ડ (CDR)ને એવિડન્સ તરીકે રજૂ કર્યા છે. આશિષ ખૈતાન દ્વારા એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ કેસમાં 187 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આ કેસનો ચુકાદો 21 વર્ષ 41 દિવસ બાદ આવ્યો છે.

ADVERTISEMENT

સુપ્રીમ કોર્ટના આદેશથી ગોધરાકાંડ સહિત કુલ મળીને નવ કેસની તપાસ સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવી હતી. જેમાંથી આઠ કેસ પર ચૂકાદો જાહેર થઈ ચૂક્યો છે. જ્યારે આ કેસ પર છેલ્લા પાંચ વર્ષથી રાહ જોવાઈ રહી હતી. સૌની નજર હવે આ કેસના ચૂકાદા પર છે. ત્યારે આ કેસ પર પણ આજે ચુકાદો આપવામાં આવ્યો છે. ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી, વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ જનરલ સેક્રેટરી જયદીપ પટેલ, ભાજપના નેતા વલ્લભ પટેલ સહિતના તમામને આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT