Big Breaking: લોકસભાની ચૂંટણી પહેલા AAPને મોટો ઝટકો, વિસાવદરના MLA Bhupat Bhayani આપશે રાજીનામું!

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Politics News: લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. હાલ ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીને ઝટકો લાગે એવા સમાચાર સામે આવી રહ્યા છે. સૂૂત્રોના જણાવ્યા અનુસાર, વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. તેઓ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપશે. ભાયાણીના રાજીનામા આપ્યા બાદ AAPનું સંખ્યાબળ ઘટીને ચાર થશે.

સી.આર પાટીલ સાથે કરી હતી મુલાકાત

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે. ગઈકાલે ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. જેથી આ અટકળો વધુ તેજ બની છે.

હર્ષદ રીબડિયાને હરાવીને બન્યા ધારાસભ્ય

2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપે હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જામ્યો હતો, કારણ કે આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ભાજપને અલવિદા કહીને આપમાં જોડાયેલા અને વિસાવદર વિસ્તારમાં 108ની છાપ ધરાવતા ભૂપત ભાયાણીને ટિકિટ આપી હતી. જેમાં ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT