ભાવનગરઃ સિહોરમાં કૂવામાં પડી ગયા ત્રણ વ્યક્તિ 2ને બચાવાયાઃ 1નું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દરમિયાન કૂવામાં બાંધકામ શરૂ હતુ. તે દરમિયાન મેડી તુટતા બે મજુરા કૂવામાં ખાબકતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. ઘટનાની જાણ થતા સિહોર ફાયર સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. અને એક મજુરને બહાર કાઢી હોસ્પિટલ હતો. જ્યારે એકનો હજુ મોડી ખસેડાયો રાત્રી સુધી અત્તો પતો લાગ્યો ન હતાં. બનાવના પગલે મામલતદાર, તલાટી મંત્રી, પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

બાંધકામ દરમિયાન થયો અકસ્માત
જાણવા મળતી વિગતો અનુસાર સિહોર તાલુકાના સોનગઢ ગામે ટુકડીયા પાર્ક તરીકે ઓળખાતી જગ્યામાં ગઈકાલે સાંજના અરસા દરમિયાન આવેલા ૨૦૦ ફુટ ઊંડા અને ૭૦ ફૂટના પાણી ધરાવતા મસમોટા કુવાની અંદર બાંધકામ ચાલી રહ્યુ હતું. તે વેળાએ ગઇકાલે સાંજના પાંચ કલાકના અરસા દરમિયાન બાંધકામ માટે પાલખ બાંધી બનાવવામાં આવેલો મેડો ધડાકાભેર તુટી પડતા તેના પર કામ કરતા કરશનભાઈ વાઘાભાઈ ભરવાડ (રે.ઘાંઘળી) અને ભુપતભાઈ નામના મજુરા ઉંડા કૂવામાં પડી જતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી.

પાવાગઢમાં ધોધમાર વરસાદઃ જુઓ Video માં કાળીના દર્શને આવેલા યાત્રાળુઓમાં આનંદનો માહોલ

આખી રાત ફાયર વિભાગે કર્યું રેસ્ક્યૂ પણ…
ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને સિહોર ફાયર સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને મિંદડીની મદદથી કામગીરી હાથ ધરતા એક ભુપતભાઈ નામના વ્યકિત મળી આવતા તેઓને સોનગઢ ૧૦૮ મારફતે ગંભીર હાલતે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્યની શોધખોળ દરમિયાન મોડી રાત્રી સુધી તેઓનો અત્તો પત્તો લાગવા પામ્યો ન હતો. બનાવની જાણ થતા મામલતદાર, સોનગઢ પોલીસ સહીતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો. દરમિયાન રાત્રીના કારણે ફાયર સ્ટાફ કામગીરી અટકાવી હતી. જે સિહોર ફાયર ટીમ અને ભાવનગર ફાયર ટીમ સૌનગઢ દોડી જઈ કામગીરી હાથ ધરશે. વહેલી સવારથી જ કુવામાં ગરકાવ થઈ ગયેલા આધેડની શોધખોળ શરૂ રાખતા ગરકાવ થયેલા શ્રમિકની ફાયર વિભાગની ટીમ દ્વારા ડેડબીડી મળી આવતા ડેડબીડીને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT