Bhavnagar News: તળાજામાં પરિવારે વ્યક્ત કરી તાંત્રિક વિધિ માટે બાળકની હત્યાની શંકા, ‘… તો અવશેષો નહીં સ્વિકારે’

ADVERTISEMENT

gujarattak
social share
google news

Bhavnagar News: ભાવનગરના તળાજામાં એક એવી ઘટના બની છે કે જેમાં એક બાળકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે, અહીં ક્રુરતાની તો હદ વટાવી દીધી હતી. એટલી ક્રુર હતી કે તેને જોતા ભલભલાના હૃદયમાં કંપારી છૂટી જાય. જેને પગલે અહીં પોલીસને શંકા છે કે હત્યા નીપજાવનાર વ્યક્તિ કોઈ નજીકની કે જાણીતી હોવી જોઈએ. જોકે પોલીસ અહીં તમામ પ્રકારના પાસાઓ પર તપાસ કરી રહી છે. જોકે આ મામલે પરિવાર સહિત કેટલાક તેમના સ્વજનો બાળકના કેટલાક અંગોના ટુકડા લઈને હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે પહોંચ્યા હતા. જેમાં બાળક સાથે કોઈ તાંત્રિક વિધિ કરવા માટે તેની પર ક્રુરતા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે. પોલીસે આ મામલામાં પણ તપાસની તજવીજ શરૂ કરી દીધી છે.

પરિવારે અવશેષો સ્વીકાર કરવાનો ભણ્યો નનૌયો

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે 5 વર્ષના આ બાળક સાથે જે કાંઈ પણ થયું તેને જોતા વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. મામલાને લઈને જ્યાં પરિવારે હત્યા અને તાંત્રિકવિધિની શંકા વ્યક્ત કરી છે તો બીજી બાજુ પોલીસ માટે પણ હત્યારાને શોધવો મોટો પ્રશ્ન બની રહ્યો છે. આ તરફ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમમાં બાળકના મૃત્યુનું કારણ જો સ્પષ્ટ નહીં થતું તો પરિવારે સંતાનના અંગોના અવશેષો નહીં સ્વીકારવા સુધીની ચીમકી ઉચ્ચારી છે. આ મામલો હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે ચિંતાનો વિષય પણ બની રહ્યો છે. એક એવી મર્ડર મિસ્ટ્રી પોલીસ માટે અહીં ચેલેન્જીસ ઊભી કરી રહી છે.

Dinesh Dasa News: સરકારના માનીતા અધિકારી દિનેશ દાસાને મળ્યું એક્સટેન્શનઃ…

શરૂઆતમાં બાળક કિડનેપ થયાની મળી ફરિયાદ

બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર મૂળ જાગધાર ગામના અને તળાજા તાલુકાનાં મણાર ગામે મજૂરી કામ કરતા મનસુખભાઈ નારણભાઈ મકવાણા ઉંમર વર્ષ 24 એ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, પોતાને બે બાળકો છે જેમાં મોટો દિકરો અમિત જેની ઉંમર વર્ષ 7 છે અને બીજો નાનો દીકરો જય ઉંમર વર્ષ 5 છે. જે હજુ ભણતો નથી પરંતુ મોટા દિકરા અમિત સાથે સ્કૂલે જાય છે. તેઓ સ્કૂલે જવા નીકળ્યો પરંતુ સ્કૂલે પહોંચ્યો ન હતો અને તેમની સ્કૂલ બેગ તળાવની પાળ પાસેથી મળી આવી હતી. સાંજ સુધી સુધી ભાળ મળી નહીં આવતા આસપાસના વિસ્તારમાં તેમજ સગા સંબંધીઓમાં તપાસ કરવામાં આવી હતી પરંતુ જય નામના બાળકની ક્યાંય ભાળ નહીં મળતા કોઈક અજાણ્યો ઈસમ તેમનું અપહરણ કરી અને લઈ ગયો હોવાની શંકા છે. અલંગ પોલીસે ફરિયાદ નોંધી હતી અને તેઓએ પોલીસને બાળકના દેખાવ, કદ કાઠીનું વર્ણન પણ જણાવ્યું હતું.

ADVERTISEMENT

શોધખોળ વખતે મળ્યું બાળકનું માથું

દરમિયાનમાં ગત રાત્રીથી ભારે શોધખોળ બાદ બાળકનું માથું, હાથના કટકા મળી આવ્યા હતા. આ ટુકડા તળાજાના મણાર ગામેથી ગુમ થયેલા બાળકના હોવાનું સામે આવ્યું હતું. નદીવાળા વિસ્તારમાંથી અવાવરુ જગ્યા પરથી બાળકના શરીરના ટુકડા મળી આવ્યા હતા. આ વાત સામે આવતા લોકોના મોટી સંખ્યામાં ટોળા સ્થળ પર આવી પહોંચ્યા હતા. પાંચ વર્ષના બાળકની ટુકડા કરીને ક્રુરતાથી હત્યા કરી દેવાઈ હોવાની વાત સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બાળકના પિતાને તળાવ નજીકથી બાળકનું સ્કૂલ બેગ મળી આવ્યું હતું. પણ તેની સાથે આટલી ક્રુરતા થશે તેનો તેમને અંદાજ પણ ન્હોતો. મણાર ગામની નજીકથી જ તેનું માથું અને અન્ય અવશેષો વિખેરાયેલી હાલતમાં મળ્યા હતા. જે પછી આ મામલે જ્યારથી તાંત્રિકવિધિની શંકા સામે આવી ત્યારથી આ અહેવાલ તળાજામાં ચિંતાનું મોજું ફેરવી રહ્યા છે.

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

    follow whatsapp

    ADVERTISEMENT