ભાવનગરમાં સરાજાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર શહેરના સુભાષનગરમાં શરૂ વરસાદે સરાજાહેર ખેલાયેલા ખૂની ખેલમાં એક બાઈક સવાર યુવાનને રોડ વચ્ચે આંતરી તલવારનાં ઉપરા-છાપરી ઘા ઝીંકી અજાણ્યા હુમલાખોરોએ તલવાર…
ADVERTISEMENT
નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર શહેરના સુભાષનગરમાં શરૂ વરસાદે સરાજાહેર ખેલાયેલા ખૂની ખેલમાં એક બાઈક સવાર યુવાનને રોડ વચ્ચે આંતરી તલવારનાં ઉપરા-છાપરી ઘા ઝીંકી અજાણ્યા હુમલાખોરોએ તલવાર વડે હુમલો કરી દીધો હતો. યુવાનની હત્યા કરી પળ વારમાં તે શખ્સો ફરાર થઈ જતાં લોહીના ખાબોચીયામાં તડફડીયા મારતાં યુવાનને તત્કાલ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. બનાવને પગલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ચાલુ વરસાદે યુવાની હત્યા
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના સુભાષનગરમા રહેતો નવીન ખોડાભાઈ ખસીયા ઉ.વ.આ.26 ઢળતી બપોરે સુભાષનગરમાં શહેર ફરતી સડક વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તે વેળાએ બાપાની મઢુલી પાસે અજાણ્યા શખ્સોએ યુવાનને ચાલુ વરસાદે રોડ વચ્ચે આંતરી ઊભો રાખ્યો હતો. આ યુવાન કંઈ સમજે-વિચારે એ પહેલાં જ તલવાર વડે હુમલો કરી યુવાન પર ઉપરા-છાપરી ઘા ઝીંકી ફરાર થઈ જતાં લોહીથી લથબથ યુવાન રોડ પર ફસડાઈ પડ્યો હતો. આસપાસના રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા અને ૧૦૮ દ્વારા તત્કાલ સારવાર અર્થે શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વિપક્ષ તો ઠીક બેઠક પણ ડામાડોળ: શિમલાના બદલે બેંગ્લુરૂમાં બેઠકનું આયોજન થશે
જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ ઘોઘારોડ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલમાં પહોંચી મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ભાવનગર શહેરના સુભાષનગરમાં બપોરે શરૂ વરસાદે સરાજાહેર ખેલાયેલા ખૂની ખેલમાં એક બાઈક સવાર યુવાનને રોડ વચ્ચે આંતરી તલવારના ઉપરા-છાપરી ઘા ઝીંકી અજાણ્યા હુમલાખોરો એ તલવાર વડે હુમલો કરી ફરાર થઈ જતાં લોહીના ખાબોચીયામાં તડફડીયા મારતાં યુવાનને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના સુભાષનગરમા રહેતો નવીન ખોડાભાઈ ખસીયા ઉ.વ.આ.26 બપોરે સુભાષનગરમાં શહેર ફરતી સડક વિસ્તારમાંથી ઘરની બહાર ઊભો હતો એ દરમિયાન જૂની અદાવતમાં દાજ રાખી નવીન નામના યુવાન પર જીવલાણ હુમલો કરવામાં આવ્યો હતો. જેનું ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં મૃત્યુ થતા સમગ્ર ઘટના હત્યામાં પરિણમી હતી. અગાઉ રૂવા ગામ પાસે બેસવા જેવી બાબતે ઝઘડો થયો હતો. જેમાં નજીવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાતા દાજ રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT