BHAVNAGAR મહિલા મોરચા અધ્યક્ષે કહ્યું, દિગ્ગજ નેતાએ મારી સાથે ન કરવાનું કર્યું, ભાજપ મડદા પર જ ન્યાય કરશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર : વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષો સજ્જ ધજ્જ થઇ રહ્યા છે. જો કે ક્યારે પણ આંતરિક વિખવાદનો ભોગ નહી બનતા ભાજપને આ વખતે આંતરિક વિખવાદનો સામનો કરવો પડે તેવી સ્થિતિ પેદા થઇ છે. ભાવનગર ભાજપના પ્રમુખ મુકેશ લંગાળીયા પર એક પછી એક આરોપો લાગી રહ્યા છે. રાજપુત સમાજ વિશે અયોગ્ય ટિપ્પણી બાદ રાજપુત સમાજનો વિરોધ સહન કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ ગીતા બેન કોતર દ્વારા ચકચારી આરોપ મુકેશ લંગાળીયા પર લગાવાયા છે. મહિલા દ્વારા તેના પર શારીરિક અને માનસિક ત્રાસના આરોપ લાગવતા હવે ભાજપના ભાવનગરના પ્રમુખ મુકેશ લંગાળીયાને કારણે આહિર સમાજનો પણ રોષ વહોરવાનો વારો આવી શકે છે.

મુકેશ લંગાળીયાએ પહેલા આરોપ અને પછી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું
મહિલાએ આરોપ લગાવ્યો કે, લંગાળીયા દ્વારા મને ટાર્ગેટ કરવામાં આવતી હતી. એક વાયરલ થઇ રહેલા પત્ર અંગે તેમણે કહ્યું કે, મુકેશ લંગાળીયાએ મારા પર માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મારા વ્યવસાયને પણ બગાડવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હું આહીર સમાજની છું અને આહીસ સમાજની આબરૂના ધજાગરા ઉડ્યા છે. પાર્ટીના આગેવાનો સારા છે પરંતુ આવા નેતાઓનાં કારણે ભાજપ જેવો સારો પક્ષ બદનામ થાય છે. અગાઉ જ્યારે લંગાળીયા ઉપાધ્યક્ષ હતા ત્યારે પણ મહિલા કાંડ બહાર આવ્યો અને તેમનું રાજીનામું લઇ લેવાયું હતું. લંગાળીયા વિરુદ્ધ આખી ભારતીય જનતા પાર્ટી પાસે પુરાવા છે. મહિલાએ કહ્યું કે, જ્યાં સુધી હું પુરાવો ન આપુ કે મારો સાડીનો છેડો આ રીતે ખેંચ્યો તો ત્યાં સુધી તમે કાર્યવાહી નહી કરો. શું મહિલાના મડદા પર જ ભાજપ ન્યાય કરશે. કે પછી અમારી સાથે જે થયું છે તેના પુરાવા આપીએ ત્યારે જ માનશો.

ADVERTISEMENT

મુકેશ લંગાળીયાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
જો કે આ અંગે મુકેશ લંગાળીયાને પુછવામાં આવતા તેમણે કહ્યું કે, આ આક્ષેપો પાયાવિહોણા છે. લેટરની જે વાત છે તે રાજનીતિમાં આવા નનામા લેટર વાયરલ થતા હોય છે. તેથી હું કોઇને આરોપી બનાવી શકું નહી. મે ગીતાબેનને ક્યારે પણ જવાબદાર હોય તેવું કહ્યું નથી. ગીતાબેનની સાથે ફાર્મહાઉસમાં મીટિંગ થઇ હતી. જ્યાં તેમને અસંતોષ હતો તે મે દુર કર્યો હતો. આ અંગેના અનેક સાક્ષીઓ પરિચિત છે.

    follow whatsapp

    ADVERTISEMENT