ભાવનગરઃ વિધાનસભાની ચૂંટણી લડવા ઉમેદવારોએ છેલ્લા 6 દિવસમાં 215 ફોર્મ ઉપાડયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને હાલ ગુજરાતમાં આદર્શ આચાર સંહિત્તા લાગુ છે. ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી થવાની છે. ૧ ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા સભાઓ શરૂ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોની પણ યાદીઓ પણ તૈયાર કરાઈ રહી છે. આ ઉપરાંત ઉમેદવારી ફોર્મ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં આજ દિવસ સુધીમાં ભાવનગર જિલ્લાની સાત બેઠકોમાં ફોર્મ ઉપાડ અંગે આવો જાણીએ આ વિગતો.

બેઠક દીઠ આવો જાણીએ કેટલા ફોર્મ ઉપાડાયા
આજ તારીખ 9 નવેમ્બર 2022ના રોજ કુલ-57 ફોર્મ એટલે કે એક જ દિવસમાં જિલ્લામાં 57 ફોર્મ ઉપાડ થયો આ સાથે અત્યાર સુધીના કુલ-૨૧૫ ફોર્મ ઉમેદવારોએ આપ્યા છે. આ ઉપરાંત 7 બેઠકોના બેઠક દીઠ ક્યાં કેટલા ફોર્મ ઉમેદવારોએ ઉપાડ્યા છે તે અંગે આવો જાણીએ.
99 મહુવા બેઠક માટે આજે 2 ફોર્મ ઉપાડાયા અને અત્યાર સુધી કુલ- 25,
100 તળાજા બેઠક માટે આજે 6 ફોર્મ ઉપાડાયા અને અત્યાર સુધી કુલ- 32,
101 ગારીયાધાર બેઠક માટે આજે 14 ફોર્મ ઉપાડાયા અને અત્યાર સુધી કુલ- 45,
102 પાલીતાણા બેઠક માટે આજે 5 ફોર્મ ઉપાડાયા અને અત્યાર સુધી કુલ 23,
103 ભા. ગ્રામ્ય બેઠક માટે આજે 8 ફોર્મ ઉપાડાયા અને અત્યાર સુધી કુલ-૧૯ ,
104 ભા. પૂર્વ બેઠક માટે આજે 10 ફોર્મ ઉપાડાયા અને અત્યાર સુધી કુલ- ૩૧,
105 ભા. પશ્ચિમ બેઠક માટે આજે 12 કુલ- 40,
આમ કુલ- મળીને 215 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. હવે જોવું રહ્યું કે આ પૈકીના કેટલા ફોર્મ ભરાય છે, કેટલા પાછા ખેંચાય છે અને કેટલા ચૂંટણીમાં ખરેખર ઉમેદવારી કરે છે.
(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT