ભાવનગરમાં EDએ ધામા નાખ્યાઃ એક બેન્ક કર્મચારીની પુછપરછ, પીપરડીમાં પણ કાર્યવાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગરઃ ભાવનગર શહેરમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા તપાસના કામ અર્થે ધામા નાખવામાં આવતા ઘણાઓના પગ થથરવા લાગ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર અહીં ઈડી વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી પણ ચાલી રહી છે. શહેરના વાઘાવાડી રોડ, કાળિયા બીડ વિસ્તારમાં ઈડીના વાહનોની અરવરજવર થવા લાગતા જ ઘણાના પગ તળેથી જમીન સરકવા લાગી હતી.

એસ ટી તંત્ર પર ફરી ઉઠયા સવાલો, ડ્રાઈવરની બેદરકારીનો વીડિયો થયો વાયરલ

EDએ વહેલી સવારથી જ ઉંઘ ઉડાવી દીધી
ભાવનગરમાં આજે વહેલી સવારથી જ ઈડી વિભાગની એન્ટ્રી થતા ઘણા કાળા કામો કરનારાઓની ઉંઘ ઉડી ગઈ હતી. ઈડી વિભાગ દ્વારા અહીં વિવિધ વિસાતારોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડાની કાર્યવાહી ઉપરાંત પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના વાઘાવાડી રોડ પર આવેી એક ખાનગી બેન્કના કર્મચારીને પણ ઈડીએ તપાસના કામ અર્થે ઉઠાવ્યો હતો. આ કર્મચારી સાથે પુછપરછ પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પણ ઈડી વિભાગની ટીમ તપાસ માટે પહોંચી હતી.

પીપરડી ગામમાં પણ જીએસટી કૌભાંડની તપાસ
ઉપરાંત પીપરડી ગામમાં પણ ઈડીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પાલીતાણાના પીપરડી ગામે ઈડીએ ધામા નાખ્યા હતા. અહીં કરોડોના જીએસટી કૌભાંડનો રેલો આવી પહોંચ્યો હતો. જેમાં ઈડી દ્વારા અહીં રાજુ નામના શખ્સના ત્યાં તપાસ આરંભવામાં આવી હતી. ભાવનગર શહેરમાં થતા કરોડોના જીએસટી કૌભાંડો પર ઈડીએ હવે મોટી કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT