BHAVNAGAR: અધેલાઇ નજીક ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોનાં મોત
ભાવનગર : અમદાવાદ ભાવનગર હાઇવે દિવસેને દિવસે ગોઝારો બનતો જઇ રહ્યો છે. એક તરફ તો આ રોડ પહેલાથી જ સિંગલ પટ્ટી રોડ છે અને તેમાં…
ADVERTISEMENT
ભાવનગર : અમદાવાદ ભાવનગર હાઇવે દિવસેને દિવસે ગોઝારો બનતો જઇ રહ્યો છે. એક તરફ તો આ રોડ પહેલાથી જ સિંગલ પટ્ટી રોડ છે અને તેમાં પણ હવે 4 લેનિંગનું કામ ચાલી રહ્યું હોવાના કારણે માલસામાનનો કેટલોક હિસ્સો આ રોડ પર આવી પડે છે. જેના કારણે રસ્તો વધારે સાંકડો થઇ ગયો છે. ચોમાસાામાં સાવ બિસ્માર થઇ ગયો છે. જેના કારણે કોઇ ખાડાથી બચવા જતા વાહન ઘણી વખત સામેના વાહન સાથે ટકરાવાની ઘટના બનતી રહી છે.
અધેલાઇ નજીક આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રક અને ગાડી વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં કુલ 5 લોકોના મોત નિપજ્યાં હતા. ગાડીમાં બેઠેલા તમામ 5 લોકોનાં મોત નિપજ્યાં હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનું પડીકું વળી ગયું હતું. કેટલાક મૃતદેહોને ગાડીના પતરા ફાડીને બહાર કાઢવા પડ્યા હતા.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજસ્થાનનો જૈન પરિવાર પાલિતાણા દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 1 બાળક, 2 મહિલા અને 2 પુરૂષોનાં મોત નિપજ્યાં હતા. 5 લોકોનાં મોતના સમાચારથી ભારે ગમગીની પ્રસરી હતી.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ અને 108ની ટીમ ઘટના અંગે માહિતી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ભાવનગરથી ઘટનાની ગંભીરતા જોતા ડોક્ટરની એક ખાસ ટીમ પણ રવાના કરવામાં આવી હતી. જો કે અકસ્માતમાં કોઇ પણ બચી શક્યું નહોતું. 5 લોકોનાં મોત નિપજ્યાં હતા. મૃતક પૈકી 1 વ્યક્તિ મહાવીરકુમાર રતનલાલ જૈન હોવાનું સામે આવ્યું છે.
(વિથ ઇનપુટ નીતિન ગોહેલ)
ADVERTISEMENT