ખુલ્લી દાદાગીરી! ભરૂચમાં ધંધાકીય હરિફાઈમાં માથા ફરેલા યુવકે દુકાનદારને ધડાધડ લાફા ઝિંકી દીધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંકલેશ્વર: અંકલેશ્વરમાં ધંધાકીય સ્પર્ધામાં દુકાનમાં ઘુસીને વેપારીને માર મારવાની ઘટના બની છે. આટલું જ નહીં ધંધાની સ્પર્ધામાં ન આવવાની ધમકી આપી યુવકે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મારામારીના બનાવ બાદ દુકાનદારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સોડાના ધંધામાં હરિફાઈ થતા દુકાનદારને માર્યો
વિગતો મુજબ, અંકલેશ્વરમાં 47 વર્ષના ઝુબેર મેમણ સોડાની દુકાન ધરાવે છે. સોમવારે સાંજે 6 વાગ્યા આસપાસ તેઓ દુકાનમાં હતા. તેમની સાથે દુકાનમાં કામ કરતા અશરફ અને જાબીર પણ હાજર હતા. ત્યારે શોપિંગ લાઈનમાં સોડાની દુકાન ધરાવતા મુદસ્સરે ફોન કરીને ધમકી આપી કે, તમે ભાઈ બધી જ બાબતમાં ધંધામાં હરિફાઈ ના કરો નહીં તો હું પણ કરીશ તો તમને ભારે પડશે. દરમિયાન મુદસ્સરે ગાળો બોલવાનું શરૂ કરતા દુકાનદારે ફોન કાપી નાખ્યો હતો.

આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી
એવામાં થોડા સમય પછી મુદસ્સર સોડાની દુકાને આવ્યો અને ઝઘડો કરવા લાગ્યો. આટલેથી ન અટકી તેણે ઝુબેર મેમણને ધડાધડ લાફા ઝિંકી દીધા અને દુકાનમાં મૂકેલી સોડાની બોટલો પણ તોડી નાખી. જતા જતા ધમકી પણ આપતા ગયો કે ‘ધંધામાં હરિફાઈ કરીશ તો જાનથી મારી નાખીશ.’ આરોપીની સમગ્ર હરકત દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સમગ્ર મામલે આખરે દુકાનદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ADVERTISEMENT

 

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT