જૂનાગઢ માટે યુવકે રાખી અનોખી માનતા, ચાલતા પહોંચ્યો લાલ બાગ ચા રાજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી/જુનાગઢ : સમીર દત્તાણી 44 વર્ષીય યુવક છે જે શિક્ષણ ઇન્સપેક્ટર તરીકે નોકરી કરે છે. ગત્ત વર્ષે કોરોનાની સ્થિતિ સામે લોકોને લડતા જોઇને સમીરે માનતા રાખી હતી કે, જો સ્થિતિ નિયંત્રણમાં આવી જશે તો તે મુંબઇ લાલબાગચા રાજાના દર્શન કરવા માટે ચાલતો જશે. હવે કોરોના કાબુમાં આવી ચુક્યો છે તેથી સમીરે આ વર્ષે જ 770 કિલોમીટર ચાલતા મુંબઇ પહોંચ્યો અને લાલબાગચા રાજાના દર્શન કર્યાહતા.

માત્ર 25 દિવસમાં જ મંદિરે પહોંચ્યો
સમીરે 25 દિવસમાં આ અંતર કાપ્યું હતું. સમીર પોતાની યાત્રા અંગે જણાવે છે કે, દરરોજ 30 થી 32 કિલોમીટર યાત્રા કરતો હતો અને 25 દિવસમાં તે લાલબાગચા રાજાના પંડાલ સુધી પહોંચી ગયો હતો. ગત્ત પાંચ વર્ષથી હું મુંબઇ દર્શન કરવા જઉ છું. જો કે બે વર્ષથી કોરોનાને કારણે જઇ શક્યો નહી. કોરોનામાં લોકોની સ્થિતિ જોઇને મારૂ મન દ્રવી ઉઠ્યું હતું. જેથી મે માનતા રાખી હતી કે, જો બધુ જ પહેલા જેવું નોર્મલ થઇ જશે તો પગપાળા દર્શન કરવા માટે આવીશ. આ વખતે બધુ જ સામાન્ય થઇ ગયુ છે તો લાલબાગ ચે રાજાના દર્શન કરવા માટે પહોંચ્યો છું.

જ્યાં પણ પહોંચ્યો ત્યાં સ્થાનિકોએ ખુબ જ સપોર્ટ કર્યો
પોતાની સફર અંગે જણાવતા સમીર કહે છે કે, મને રસ્તામાં કોઇ જ સમસ્યા નડી નહોતી. લોકોએ ખુબ જ સપોર્ટ કર્યો હતો અને મારા રહેવાની વ્યવસ્થા કરવામાં પણ મદદ કરી હતી. તમામ લોકોની પ્રાર્થનાથી હું અહી સુધી પહોંચ્યો છું. આજે દર્શન કરતા પ્રાર્થના કરી હતી કે ફરી આવી સ્થિતિ ક્યારે પણ ન આવેકે લોકો નજર સામે તડપી તડપીને મરી રહ્યા હોય અને આપણે કંઇ પણ ન કરી શકીએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT