બનાસકાંઠામાં નરેન્દ્ર મોદીઃ અશોક ગેહલોતનું નામ લીધા વગર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠાઃ બનાસકાંઠામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાત મુહૂર્તના કાર્યક્રમો કરાયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, બનાસકાંઠાની જનતા માટે જ્યારે સુજલામ સુફલામ યોજના અમે લાવ્યા ત્યારે રાજસ્થાનના તે વખતના મુખ્યંત્રી અને જે અત્યારે પણ મુખ્યમંત્રી છે જેમણે તમને હમણા જ વિવિધ નિવેદનો આપ્યા તેમણે આ સુજલામ સુફલામનો વિરોધ કર્યો હતો. હું માન્યો નહીં અને બનાસકાંઠાને પાણીની જરૂર છે તેના માટે આ યોજના લાવ્યા. તમે ટપક સિંચાઈ માટે જે કામ કર્યું છે તે ભવિષ્યમાં જન્મનારા બાળકોની જીંદગીનું તમે ભવિષ્ય બચાવવાનું કામ કર્યું છે.


સીધા દિલ્હીથી બટન દબાવીએ એટલે રૂપિયા તમારા ખાતામાંઃ મોદી
તેમણે કહ્યું કે, પાણી આપનારને બહુ માનથી આપણે ત્યાં જોવામાં આવે, પાણી આપનારો મારા ગુજરાતનો લાખો વણઝારો, કોણ ભુલ્યું તેમને. આજે પણ બધાને લાખા વણઝારાનું નામ યાદ છે. હું હમણા જ બનાસેડેરી આવ્યો હતો ત્યારે ખુબ ફુડ પ્રોસેસિંગ સહિતનું કામ મોટું થયું છે. ખેડૂતની તાકાત વધારવામાં ભારત સરકાર કામે લાગી છે. બહેનોને મળતી લોકનની બેન્કોએ લીમિટ પણ ડબલ કરી નાખી. વનજન કેન્દ્રો ખોલ્યા અને એમાં પણ બહેનોને કામે જોડી વનમાં ઉત્પાદીત વસ્તુઓનો બજારમાં જાય ત્યારે તેનો લાભ મળે. પીએમ કીસાન સન્માનનીધિના વર્ષમાં ત્રણ વખત બે બે હજાર મળે એટલે નાના ખેડૂતોને તેનો સીધો ફાયદો. સીધા દિલ્હીથી બટન દબાવો અને તમારા ખાતામાં રૂપિયા પહોંચી જાય. કોઈ વચેટિંયો નહીં.

કોંગ્રેસની જાહેરાતમાં સરદાર પટેલનો સ પણ નથીઃ મોદી
પહેલા ગુજરાતમાં સાયકલ પણ બનતી ન હતી, હવે વિમાન બને છે. તમને ગર્વ થાય કે ન થાય. આજે છાપામાં કોંગ્રેસની જાહેરાત જોઈ, સરદાર પટેલની જયંતિ છે છતા સરદાર પટેલના નામનો સ પણ ક્યાંય નહીં. બોલો…. ગુજરાતની જનતા સરદારના નામનું અપમાન સહન નહીં કરે. સરદાર સાહેબનું નામ અમારે આગળ વધારવું છે અને તેના માટે કામ કરવું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT