બનાસકાંઠા: હાર્ટ એટેકે લીધો BSF જવાનનો જીવ, ફરજ પર જતાં રસ્તામાં જ બન્યો દુઃખદ બનાવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના બનાવો સતત સામે આવી રહ્યા છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ બીમારી સામાન્ય બની રહી છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ હાર્ટ એટેકથી મોતના બેથી વધારે બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે હવે દિયોદરમાંથી હાર્ટ એટેકથી મોતનો દુઃખદ બનાવ સામે આવ્યો છે. જેમાં BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને માં ભોમની રક્ષા કાજે જઈ રહેલા ભારત માતાના સપૂતનો હાર્ટે એટેકે જીવ લીધો છે.

મૃતક જવાનની અંતિમ યાત્રામાં જોડાયા હજારો લોકો

19 વર્ષની નાની ઉંમરે જવાનનું નિધન થતાં પરિવારજનોમાં માતમ છવાયો છે. તો સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આજે દિયોદરના મકડાલા ગામે હજારો લોકોની હાજરીમાં BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને મૃતક જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

ટ્રેનિંગ બાદ આવ્યા હતા ઘરે

મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મકડાલા ગામના વતની રાહુલ મોટાભાઈ ચૌધરી (ઉં.વ 19) એક વર્ષ અગાઉ BSFમાં જોડાયા હતા અને જેઓ ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતન મકડાલા ગામે આવ્યા હતા. ટ્રિનિંગ પૂર્ણ કર્યા બાદ તેમનું પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં આવ્યું હતું. જેથી તેઓ પશ્ચિમ બંગાળ જવા માટે નીકળ્યા હતા.

ADVERTISEMENT

અમદાવાદમાં હાર્ટ એટેકથી નિધન

પશ્ચિમ બંગાળ જતા પહેલા રાહુલ ચૌધરી અમદાવાદ ખાતે આવેલા મોટાભાઈના ઘરે ગયા હતા. જ્યાં તેઓને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ફરજ પર હાજર થતાં પહેલા જ અમદાવાદમાં તેઓનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું. રાહુલ ચૌધરીનું માત્ર 19 વર્ષની નાની ઉંમરે નિધન થતા તેમના પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું.

ગાર્ડ ઓફ ઓનર આપી કરાયા અંતિમ સંસ્કાર

જે બાદ તેઓના પાર્થિવ દેહને માદરે વતન મકડાલા ગામે લાવી લાવવામાં આવ્યો હતો. આ અંગેના સમાચાર વાયુવેગે પ્રસરતા આજુબાજુના ગામના લોકો મકડાલા ગામે દોડી આવ્યા હતા. જે બાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જેમની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. જે બાદ BSF જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

(રિપોર્ટઃ ધનેશ પરમાર, બનાસકાંઠા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT