અકસ્માતનો LIVE વીડિયો: બનાસકાંઠામાં દૂધ ભરવા જતા દાદા-પૌત્રને બેકાબૂ કારે ફંગોળ્યા, બંનેનું કરુણ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠા: બનાસકાંઠાના અમીરગઢમાં બેદરકાર કાર ચાલકે દાદા-પૌત્રને ટક્કર મારતા તેમનું મોત નિપજ્યું છે. બેફામ કાર ચાલકે પુરપાટ કાર હંકરતા કાબૂ ગુમાવી દીધો અને રોડના છેડે ઊભેલા દાદા- બે પૌત્રને હવામાં ફંગોળી દીધા હતા. જેમાં દાદા અને એક પૌત્રનું મોત થયું તો એક બાળકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. અકસ્માતની આ હચમચાવી નાખે તેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં અન્ય એક બાળક 10 સેકન્ડ ઊભું રહી જતા બચી ગયું, નહીંતર તેનો પણ જીવ જોખમમાં મુકાઈ ગયો હોત.

અમીગરઢના રામજીયાણી પાટિયા પાસે દાદા અને બે પૌત્ર દૂધ ભરાવા ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર રસ્તો ક્રોસ કરવા સાઈડમાં ઊભા હતા. આ જ સમયે રાજસ્થાન તરફથી પૂરઝડપે આવતી કારે દાદા અને બે પૌત્રને અટફેટે લઈને હવામાં ફંગોળી દીધા હતા. જેમાં દાદા-પૌત્રનું કરુણ મોત નિપજ્યું તો એક બાળકની હાલત ગંભીર છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પળવારમાં દાદા-પૌત્રનું સાથે મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તો બનાવને પગલે આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT