અમદાવાદમાં બાગેશ્વર બાબાના ‘દિવ્ય દરબાર’નો કાર્યક્રમ રદ, કાર્યક્રમ સ્થળે 3 ફૂટ સુધી પાણી ભરાયા
અમદાવાદ: ગુજરાતમાં પ્રવાસે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજથી અમદાવાદમાં બે દિવસ દિવ્ય દરબાર યોજાવાનો છે. પહેલા આ કાર્યક્રમ ચાણક્યપુરીમાં યોજાવાનો હતો, પરંતુ મેદાન નાનું…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં પ્રવાસે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજથી અમદાવાદમાં બે દિવસ દિવ્ય દરબાર યોજાવાનો છે. પહેલા આ કાર્યક્રમ ચાણક્યપુરીમાં યોજાવાનો હતો, પરંતુ મેદાન નાનું અને ભીડ વધુ આવવાની શક્યતાને પગલે પોલીસે મંજૂરી ન આપતા આખરે કાર્યક્રમને ઓગણજમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે હવે માહિતી મળી રહી છે કે ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે ઓગણજના મેદાનમાં પાણી ભરાઈ જતા બાગેશ્વર બાબાનો બે દિવસનો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે.
ઓગણજમાં ખેતરોમાં પાણી ભરાયા
અમદાવાદમાં રવિવારે મોડી સાંજથી વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે ઓગણજમાં જ્યાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબાર માટે આયોજન કરાયું છે ત્યાં ખેતરોમાં 3-3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. એવામાં દિવ્ય દરબાર યોજાઈ શકે એમ ન હોવાથી દરબાર યોજવાની વ્યવસ્થા ન થઈ શકતા આખરે તેને રદ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ચાણક્યપુરીમાં જૂના કાર્યક્રમના સ્થળે પણ પાણી ભરાયા છે.
ગઈકાલે ઝુંડાલના કાર્યક્રમમાં પણ નડ્યું વરસાદનું વિધ્ન
નોંધનીય છે કે, ગઈકાલે ઝુંડાલમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સાંજના સમયે અચાનક ભારે પવન અને કરા સાથે વરસાદ શરૂ થતા ભક્તોએ ખુરશીનો સહારો લઈને તેને માથા પર મૂકી દીધી હતી. તો ભારે પવન ફૂંકાતા બાબાના દરબારનો મંડપ પણ તૂટી પડ્યો હતો. વરસાદના વિધ્નના કારણે અહીં પણ દરબારને મુલતવી રાખવો પડ્યો હતો. ત્યારે અનેક ભાવિક ભક્તો દરબાર છોડીને રવાના થયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT