ખેડૂતો માટે માઠા સમાચાર, ગુજરાત પર મંડરાઈ રહ્યું છે ચક્રવાતનું સંકટ
અમદાવાદ: આ વર્ષે જાણે ઉનાળા સાથે ચોમાસું લડી લેવાના મૂડમાં હોય તેમ જોવા મળ્યું. ઉનાળાની શરૂઆતથી જ વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે હવે ચોમાસું નજીક…
ADVERTISEMENT
અમદાવાદ: આ વર્ષે જાણે ઉનાળા સાથે ચોમાસું લડી લેવાના મૂડમાં હોય તેમ જોવા મળ્યું. ઉનાળાની શરૂઆતથી જ વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે હવે ચોમાસું નજીક આવી રહ્યું છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 6થી 9 જુન ચક્રવાત આવવાની સંભાવના છે. જેને લઈ આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ વર્ષે ખેડૂતો માટે સતત આકાશી આફત આવી છે. ત્યારે વધુ એક વખત આફતના એંધાણ મંડાયા છે. ત્યારે હવામાન વિભાગે ચક્રવાતને લઈ આગાહી કરવામાં આવી છે. 6થી 9 જુન ચક્રવાત આવવાની સંભાવના છે. આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે, આગાહી મુજબ રાજ્યમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
અહી વરસી શકે છે વરસાદ
રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં વધુ એક સાયકલોનીક સિસ્ટમ સક્રીય થતાં 50 કિમીની ઝડપે રાજ્યમાં પવન ફૂંકાઇ શકે છે. જેને લઈ બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડમાં વરસાદની આગાહી છે. આ સાથે નવસારી, દમણ, સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
વધી શકે છે ખેડૂતોની મુશ્કેલી
આ વર્ષે ખેડૂતો માટે વરસાદ સતત આફત બની આવ્યું છે. ત્યારે હવે ચકવાતની આગાહીને લઈ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉનાળામાં વરસાદથી અનેક ખેડૂતોને ભારે નુકશાન ભોગવવું પડ્યું છે. ત્યારે હવે ચોમાસાની શરૂઆત પહેલા ચકવાતઇ આગાહીથી ચોમાસું મોડું આવે તેવી સંભાવનથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો ઠાઈઓ શકે છે.
ADVERTISEMENT