लाइव

Ram Mandir LIVE: પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ આવાસ પર દીપોત્સવ, પીએમ મોદીએ પ્રગટાવી રામજ્યોતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:39 PM • 22 Jan 2023
    પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યામાં દીપોત્સવ, 10 લાખ દીવાઓથી ઝગમગી ઉઠી અવધ નગરી
    રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ દેશમાં રોશનીનો પર્વ શરૂ થયો છે. અયોધ્યા અને હનુમાનગઢીમાં દીવા પ્રગટાવવામાં આવ્યા છે. દિલ્હીની સડકો પર આ શુભ અવસરની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવ્ય ઘટના અને રામ મંદિરના ઉદ્ઘાટનને ચિહ્નિત કરીને, કનોટ પ્લેસમાં તમામ મહત્વપૂર્ણ સ્થાનો પર એક સાથે 1,25,000 રામ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે. અવધ નગરી માં પણ 10 લાખ દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે.
  • 02:39 PM • 22 Jan 2023
    પ્રભુ રામ પાસે ક્ષમા માંગું છું : પીએમ મોદી
    હું આજે પ્રભુ રામ પાસે ક્ષમા માંગું છું. જો તપસ્યામાં કંઈક ખામી રહી ગઈ હશે કે આપણે આટવા વર્ષો સુધી આ કાર્ય કરી ન શક્યા. મને વિશ્વાસ છે પ્રભુ રામ આપણને ક્ષમા કરશે.
  • 02:36 PM • 22 Jan 2023
    હું હનુમાનગઢીને પ્રણામ કરું છું: PM મોદી
    આજે ગુલામીની માનસિકતાને તોડીને રાષ્ટ્ર આ રીતે ઈતિહાસ રચે છે. આપણે આજથી હજાર વર્ષ પછી પણ આ ક્ષણની ચર્ચા કરીશું. સમયના ચક્ર પર અનંત સ્મૃતિ રેખાઓ અંકિત છે. આપણે જાણીએ છીએ કે ત્યાં રામનું કાર્ય થાય છે અને પવનપુત્ર હનુમાન ત્યાં નિવાસ કરે છે, તેથી હું હનુમાનગઢીને પ્રણામ કરું છું. હું જાનકી, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન માતાને વંદન કરું છું.
  • 02:34 PM • 22 Jan 2023
    આપણા રામલલ્લા હવે ટેન્ટમાં નહીં રહે, દિવ્ય મંદિરમાં રહેશે: PM મોદી
    અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રામલલાને દંડવત કરી પ્રણામ કર્યા હતા. આ શુભ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, સિયાવર રામચંદ્ર કી જય! આપ સૌને નમસ્કાર, સૌને રામ-રામ! આજે આપણા રામ આવી ગયા છે. સદીઓની રાહ પછી આપણા રામ આવી ગયા છે. સદીઓની અભૂતપૂર્વ ધીરજ, અસંખ્ય બલિદાન, ત્યાગ અને તપસ્યા પછી આપણા ભગવાન રામનું આગમન થયું છે. સદીઓની તપસ્યા પછી રામ પાછા ફર્યા છે. આ શુભ અવસર પર આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ ક્ષણ અલૌકિક છે, આ ક્ષણ સૌથી પવિત્ર છે. તેમણે કહ્યું કે હવે રામલલ્લા ટેન્ટમાં નહીં ભવ્ય મંદિરમાં રહેશે.
  • ADVERTISEMENT

  • 12:57 PM • 22 Jan 2023
    Ram Mandir Pran Pratishtha: રામલલાની ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન
    ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપ રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની હાજરીમાં આ વિધિ સંપન્ન થઈ હતી.
  • 12:38 PM • 22 Jan 2023
    Ram Mandir માં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા
    રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલ્લા બિરાજમાન થયા છે. પીએમ નરેન્દ્ર મોદી, સંઘના પ્રમુખ મોહન ભાગવત અને સીએમ યોગી આદિત્યનાથ પ્રાણ પ્રતિષ્ઠામાં યજમાન બન્યા છે.
  • ADVERTISEMENT

  • 12:29 PM • 22 Jan 2023
    Ram Mandir: PM મોદી પૂજા કરી રહ્યા છે
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા-અર્ચના કરી રહ્યા છે. તેમની બાજુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત બેઠા છે.
  • 12:15 PM • 22 Jan 2023
    PM મોદી રામ મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા
    PM મોદી હાથમાં ચાંદીનું છત્ર લઈને રામ મંદિરમાં પહોંચ્યા છે. મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ શરૂ થયો. PM નરેન્દ્ર મોદી
  • 12:06 PM • 22 Jan 2023
    Ram Mandir: મુકેશ અંબાણીએ કહ્યું- ભગવાન રામ આવી રહ્યા છે
    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી મંદિર પરિસર પહોંચ્યા છે. મુકેશ અંબાણી મંદિર પરિસરમાં પહોંચ્યા અને કહ્યું કે, આજે ભગવાન રામ આવી રહ્યા છે. 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રામ દિવાળીની ઉજવણી કરવામાં આવશે. સાથે જ નીતા અંબાણીએ કહ્યું કે આ એક ઐતિહાસિક દિવસ છે.
  • 11:52 AM • 22 Jan 2023
    Ram Mandir: પીએમ મોદી રામ મંદિર પહોંચ્યા
    પીએમ મોદી રામ મંદિર પરિસર પહોંચ્યા છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગીએ તેમનું સ્વાગત કર્યું હતું. હવે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. 12.20 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા શરૂ થશે. જેમાં મોહન ભાગવત, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર સહિત અનેક હસ્તીઓ હાજર છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે સોનુ નિગમના ભજન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
  • 11:43 AM • 22 Jan 2023
    Ram Mandir Pran Pratishtha: સચિન તેંડુલકર અયોધ્યા પહોંચ્યા
    ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા છે. અન્ય સેલિબ્રિટીઓની જેમ સચિન તેંડુલકરે પણ ગળામાં કેસરી રંગનો દુપટ્ટો પહેર્યો છે.
  • 10:51 AM • 22 Jan 2023
    રામલલાને નવા મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવ્યા હતા
    રામલલાને અયોધ્યામાં બનેલા અસ્થાયી મંદિરમાંથી નવા મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવ્યા છે. અત્યાર સુધી ભગવાન રામ અસ્થાયી મંદિરમાં બિરાજમાન હતા. નવા મંદિરમાં યોગ્ય વિધિ સાથે તેમનું સ્થાપન કરવામાં આવશે.
  • 10:51 AM • 22 Jan 2023
    PM Modi અયોધ્યા પહોંચ્યા
    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ગયા છે. તેઓ પહેલા સરયુ નદીમાં સ્નાન કરશે. જે બાદ નવા રામ મંદિર પહોંચશે અને પૂજામાં ભાગ લેશે. https://www.youtube.com/watch?v=EU4fJn0YdXw
  • 10:34 AM • 22 Jan 2023
    Ram Mandir: રામ ચરણ અને ચિરંજીવી અયોધ્યા પહોંચ્યા
    તેલુગુ સુપરસ્ટાર રામ ચરણ અને ચિરંજીવી અયોધ્યા પહોંચી ગયા છે. બંને સવારે લગભગ 8 વાગ્યે હૈદરાબાદથી નીકળ્યા હતા. તમને જણાવી દઈએ કે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા અવસર પર અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર સહિત અનેક વીવીઆઈપી અયોધ્યા પહોંચી રહ્યા છે. મુકેશ અંબાણી પણ તેમના સમગ્ર પરિવાર સાથે અયોધ્યામાં હાજર રહેશે.
  • 10:34 AM • 22 Jan 2023
    Ram Mandir: અમિતાભ બચ્ચન અયોધ્યા પહોંચ્યા
    બોલિવૂડના બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન પરિવાર સાથે અયોધ્યા પહોંચી ગયા છે. તેમણે સફેદ શાલ પહેરેલી છે અને તેમના ગળામાં કેસરી સ્કાર્ફ પણ છે. ફેમસ બિઝનેસમેન મુકેશ અંબાણીના બિઝનેસમેન ભાઈ અનિલ અંબાણી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. અયોધ્યામાં અમિતાભ સાથે અભિષેક બચ્ચન પણ જોવા મળે છે. અભિષેકના ગળામાં કેસરી નિશાન પણ છે.
  • 10:17 AM • 22 Jan 2023
    Ram Mandir: CM Yogi અયોધ્યા પહોંચ્યા
    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચી ગયા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સીએમ યોગી પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાના છે. આજે સવારે યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, 'શ્રી રામલલાની નવી મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસરના સાક્ષી બનવા આવનાર તમામ અતિથિ મહાનુભાવોનું ભગવાન શ્રી રામના પ્રાગટ્ય સ્થળ, શ્રી અયોધ્યા ધામમાં હાર્દિક સ્વાગત કરું છું.
  • 09:53 AM • 22 Jan 2023
    Ram Mandir: 84 સેકન્ડના મુહૂર્તમાં ઘરે શું કરવું?
    ગંગા મંદિર, હર કી પૌરી, હરિદ્વારના પંડિત વિશ્વ બંધુ શર્મા બાલીએ જણાવ્યું છે કે, 84 સેકન્ડના મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેમાં બધા લોકો પોતાના ઘર પર શું કરી શકે છે? તેમણે જણાવ્યું કે, 84 સેકન્ડના અભિજીત મુહૂર્તમાં જે લોકો અયોધ્યા ન ઝઈ શકે. તે જ્યાં હોય ત્યાં રામનું નામ લે. રામના ભજન કરે. જે લોકો મંદિર ન જઈ શકે, તે પોતાના નિવાસસ્થાને બેસીને રામ-રામ નામનો જાપ કરી શકે છે.
  • 09:48 AM • 22 Jan 2023
    Ram Mandir: અડવાણી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં નહીં જાય
    ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપશે નહીં. અડવાણી તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારે ઠંડીના કારણે તેમણે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ન જવાનો નિર્ણય કર્યો છે.
  • 09:48 AM • 22 Jan 2023
    Ram Mandir Pran Pratishtha Ceremony: આર્મીના હેલિકોપ્ટર ફૂલોની વર્ષા કરશે
    આરતી સમયે, બધા મહેમાનોના હાથમાં એક ઘંટ હશે, જે આરતી દરમિયાન બધા મહેમાનો દ્વારા વગાડવામાં આવશે. આરતી દરમિયાન સેનાના હેલિકોપ્ટર અયોધ્યામાં ફૂલોની વર્ષા કરશે. કેમ્પસમાં 30 કલાકારો વિવિધ ભારતીય વાદ્યો વગાડવાનું ચાલુ રાખશે.
  • 01:00 PM • 22 Jan 2024
    Ram Mandir Pran Pratishtha Ceremony: કૈલાશ ખેરે કહ્યું- એવું લાગે છે કે તેમને ભગવાનની દુનિયા તરફથી આમંત્રણ મળ્યું છે
    રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અભિનેતા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રોહિત શેટ્ટી અયોધ્યા જવા રવાના થઈ ગયા છે. અયોધ્યામાં હાજર રહેલા સિંગર કૈલાશ ખેરે કહ્યું, 'ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે એવું લાગે છે કે અમને 'દેવલોક' તરફથી આમંત્રણ મળ્યું છે અને 'ભગવાને સ્વયં અમને આમંત્રણ આપ્યું છે.' આજનો દિવસ એવો પવિત્ર દિવસ છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ ત્રણેય વિશ્વમાં ઉજવણી થઈ રહી છે.
follow whatsapp

ADVERTISEMENT