ગુજરાતના વિવિધ શહેરોમાં ATS-GST વિભાગના 20 પેઢીઓ પર દરોડા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતના વિવિધ શહેરોમાં 20 કંપનીઓમાં બોગસ બિલિંગ કૌભાંડની શંકાને આધારે જીએસટી તથા એટીએસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને દરોડા કરવામાં આવ્યા છે. 20 પેઢી પર દરોડા કરવામાં આવ્યા છે. બોગસ કંપની બિલોના બોગસ વ્યવહારોને કારણે 27.04 કરોડની કર ચોરી કરવામાં આવી હતી. અમદાવાદમાં જ વિવિધ વિસ્તારોમાં 4 પેઢીના 7 સ્થળો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરોડા થતા 18 શખ્સો ફરાર
જીએસટી વિભાગ દ્વારા વડોદરામાં પણ પાંચ પેઢીઓ પર દરોડા કરવામાં આવ્યા છે. આ તરફ સુરતમાં પણ 11 પેઢીઓના 16 સ્થાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આમ કુલ 25 સ્થાનો પર અને 20 કંપનીઓ પર જીએસટી તથા એટીએસ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરીને સર્ચ તથા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડામાં સામે આવતા જ 18 વ્યક્તિઓ ફરાર થઈ ગયા છે. જેમને પકડવાની હવે તજવીજ હાથ ધરવામાં આવી છે. બંને એજન્સીઓની થોડા દિવસ પહેલાની કાર્યવાહી દરમિયાન 90 બોગસ પેઢીઓ બોગસ હોવાનું સામે આવ્યું છે. 20 કંપનનીઓ દ્વારા 145 કરોડના બીલ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT