કોર્પોરેટ્સનાં ઇશારે વિપુલ ચૌધરી નહી આખુ સહકારી માળખું તોડવાનું ષડયંત્ર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઇ રહી છે તેમ તેમ તોડજોડની રાજનીતિ પણ ખુબ જ તેજ થઇ રહી છે. અનેક દિગ્ગજો પક્ષ છોડી રહ્યા છે તો અનેક દિગ્ગજો પોતાના પક્ષમાં પરત ફરી રહ્યા છે. આ અનુસંધાને શંકરસિંહ બાપુ ફરી એકવાર કોંગ્રેસની બાગડોર સંભાળેતેવી શક્યતા છે. તો બીજી તરફ અર્બુદા સેનાના સ્થાપક વિપુલ ચૌધરી આર્થિક કૌભાંડ મુદ્દે જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ અંગે અર્જૂન મોઢવાડીયા અને શંકરસિંહ વાઘેલાને પણ કોર્ટ દ્વારા સમન કરવામાં આવ્યું છે. કોર્ટ દ્વારા બંન્ને વકીલોને 6 ઓક્ટોબરના રોજ મહેસાણા કોર્ટમાં હાજર રાખવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

મોઢવાડીયા-વાઘેલાએ એનડીડીબી માટે વિપુલ ચૌધરીની કરી હતી ભલામણ
તે સમયે કોંગ્રેસ પ્રમુખ અર્જૂન મોઢવાડીયા અને વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વિપુલ ચૌધરીને NDDB ના ચેરમેન બનાવવામાં આવે તેવી ભલામણ કરી હતી. જેથી ભલામણ કયા આધારે કરી હતી વગેરે જેવા સવાલોના મુદ્દે સાક્ષી તરીકે કોર્ટમાં હાજર રહેવા માટે સરકારી વકીલે બંન્નેને સમન પાઠવ્યું છે. અર્જુન મોઢવાડીયાએ આ અંગે કહ્યું કે, અમને સમન મળ્યું છે. વિપુલ ચૌધરીને ફસાવવા માટેનું ષડયંત્ર હોઇ શકે છે.

વિપુલ ચૌધરીની ભલામણ કેમ કરી તે મુદ્દે બંન્ને નેતાઓને સમન પાઠવવામાં આવ્યું
અત્રે નોંધનીય છે કે, જે દિવસે બંન્ને નેતાઓ કોર્ટમાં સાક્ષી તરીકે હાજર રહેવાના છે તે દિવસે મહેસાણા દૂધ સાગર ડેરી રોડ પર આવેલા અર્બુદા ભવન કેમ્પસ ખાતે સાક્ષી હુંકાર મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સરકારની નીતિ સામે વિરોધ પ્રદર્શન કરાશે. મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો પણ હાજર રહેશે.

ADVERTISEMENT

સમગ્ર સહકારી માળખુ ભાંગી નાખવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે
જો કે મોઢવાડીયા અને શંકરસિંહે કહ્યું કે, સહકારી માળખુ ભાંગી નાખવા માટેનું આખુ ષડયંત્ર ચાલી રહ્યું છે. જેમાં કોર્પોરેટ્સના ઇશારે આ પ્રકારના ષડયંત્રો ચલાવાઇ રહ્યા છે. સહકારી ક્ષેત્રમાં અત્યારે સરકાર દ્વારા માથુ મારવામાં આવી રહ્યું છે. જે સરકારનો સાથ આપે તેમને પદ અપાય અને વિરોધ કરે તેને જેલમાં મોકલવાઇ રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT