મહેસાણામાં કેજરીવાલનું ગુજરાતીમાં ભાષણ, વાયદાનો ટોપલો ખોલ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણા : ગુજરાતમાં થોડા દિવસોથી ચૂંટણીની તારીખો જાહેર થશે. તમામ પક્ષો દ્વારા મતદારોને રિઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસો કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આજે બનાસકાંઠાના ડીસા ખાતે જનમેદનીને સંબોધી હતી. પોતાના સંબોધનમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરીને ગુજરાતીઓનો આકર્ષવાનો પ્રયાસ પણ કર્યો હતો. કેજરીવાલે જણાવ્યું કે, હવે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઇ આવી ગયો છે.

કેજરીવાલે કહ્યું તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી
કેજરીવાલે જણાવ્યું કે, હવે તમારે ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી. તમારો ભાઇ આવી ગયો છે. દરેક મહિલાના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા આપીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે દરેક સભામાં તેઓ પોતાની ફ્રીના વચનો ઉપરાંત દિલ્હીની શાળાઓ અને દિલ્હીની હોસ્પિટલોના ઉદાહરણ આપતા જ રહે છે. મોંઘવારી મુદ્દે પણ ભાજપની સરકારને વારંવાર ઘેરવાના પ્રયાસો કરતા રહે છે.

મધ્યમવર્ગ દિલ્હીમાં મોજથી રહે છે કારણ કે શાળા-હોસ્પિટલનો ખર્ચ જ નથી
આજે તેમણે મોંઘવારી મુદ્દે જણાવ્યું કે, દિલ્હી કરતા ગુજરાતમાં ડબલ મોંઘવારી છે. ગુજરાતમાં જે પ્રકારની મોંઘવારી છે તે જોતા સામાન્ય માણસને રહેવું મુશ્કેલ પડે છે. ગુજરાતમાં સ્થિતિ એટલી ખરાબ છે કે, મધ્યમવર્ગને તો જીવવું જ મુશ્કેલ છે. દિલ્હીમાં મોંઘવારી ઓછી છે તેનું કારણ છે કે, બાળનું શિક્ષણ બિલકુલ મફત છે. આ ઉપરાંત હોસ્પિટલ કે દવાનો પણ એક રૂપિયા ખર્ચ થતો નથી. માટે મધ્યમવર્ગ ન માત્ર શાંતિથી રહી શકે છે પરંતુ પોતાના પરિવારનાં લોકોની જીવન જરૂરી વસ્તુઓ ઉપરાંત કેટલાક મોજશોખ પણ પુરા કરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT