પોરબંદર યાર્ડમાં કેસર કેરીનું આગમન, આટલા રૂપિયા લેખે એક કિલો કેરીનું થયું વેચાણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અજય શીલુ, પોરબંદર: ગુજરાતીમાં કહેવત છે કે “ઉતાવળે આંબા ન પાકે” પરંતુ આ કેહવત ખોટી પડી છે અને સીઝન પહેલા જ આંબા  પર કેરી આવી ગઈ છે.  પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ ચૂકી છે. યાર્ડમાં કેસર કેરીના 6 બોક્ષની આવક થઈ છે. જે હરાજીમા 1 કિલો કેરીના 501 જેટલા ઊંચા ભાવે વેચાણ કરવામાં આવ્યું છે.

પોરબંદરના ખંભાળા પંથકમાં તૈયાર થયેલી કેસરનું  આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં કેસર કેરીનું આગમન થતા રૂ. 501ની એક કિલોના મોધા ભાવથી હરરાજી થઇ હતી. સામાન્ય રીતે ફળોનો રાજા કેરી એ ઉનાળાની સીઝનનું ફળ છે અને તેની આવક માર્ચ મહિનાથી વધુ જોવા મળતી હોય છે. પરંતુ પોરબંદરના માર્કેટિંગ યાર્ડ ખાતે ભર શિયાળે કેસર કેરીની આવક થતા આશ્ચર્ય સર્જાયું છે.

3-4 મહિના વહેલી આવક શરૂ થઈ
પોરબંદરમાં હજુ શિયાળાએ પણ પોતાનો અસલી રંગ બતાવ્યો નથી વાતાવરણ માં હજુ પણ ગરમી અને ઉકળાટનો અનુભવ થાય છે. ઉનાળો હજુ ઘણો દુર છે પરંતુ ઉનાળાનું ફળ ગણાતી કેસર કેરીની આવક માર્કેટિંગ યાર્ડ ખાતે થઇ છે. ત્યારે જિલ્લાના બિલેશ્વર,ખંભાળા અને કાટવાળા ગામમાથી કેરીની આવક શરૂ થઈ છે. કેરીની સીઝન કરતા આ વર્ષે 3-4 મહિના વહેલી આવક શરૂ થઈ છે.  દર વર્ષે માર્ચ મહીનામાં યાર્ડમાં કેરીની આવક થતી હોય છે ત્યારે આ વર્ષે ડિસેમ્બરમાં જ કેરીની આવક શરૂ થઈ ચૂકી છે.

ADVERTISEMENT

ગ્લોબલ વોર્મિંગની અસર ?
હજુ મોટા ભાગના આંબામાં મોર  પણ નથી આવ્યા ત્યારે યાર્ડ ખાતે કેરી ની હરરાજી થતા  આશ્ચર્ય સર્જાયું છે. વાતાવરણમાં બદલાવને લઈને કેસર કેરીનું વહેલી આવક થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.   આ વખતે ચોમાસા બાદ પડેલા વરસાદ ઉપરાંત કલાયમેટ ચેન્જના કારણે તથા તૌકતે વાવાઝોડા બાદની અસરના કારણે  કેટલાક આંબામાં બે માસ અગાઉ જ ફલાવરીગ થયું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT