ગુજરાતમાં વધુ એક યુવક ક્રિકેટ રમતા-રમતા ઢળી પડ્યો, એન્જિનિયરિંગનો વિદ્યાર્થીનું અચાનક મોત
અરવલ્લી: ગુજરાતમાં હાર્ટ એટેકના વધતા બનાવો વચ્ચે નાની ઉંમરે યુવાનોના મોતના કિસ્સાઓ સૌ કોઈને હચમચાવી રહ્યા છે. ક્યારેક રમતા-રમતા તો ક્યારેક બેઠા-બેઠા હાર્ટ એટેકના બનાવો…
ADVERTISEMENT
અરવલ્લી: ગુજરાતમાં હાર્ટ એટેકના વધતા બનાવો વચ્ચે નાની ઉંમરે યુવાનોના મોતના કિસ્સાઓ સૌ કોઈને હચમચાવી રહ્યા છે. ક્યારેક રમતા-રમતા તો ક્યારેક બેઠા-બેઠા હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે અને પળવારમાં યુવકોના મોત થઈ રહ્યા છે. આ વચ્ચે અરવલ્લીમાં પણ નાની ઉંમરમાં યુવકને હાર્ટ એટેકથી મોતની ઘટના બની છે. જેમાં ક્રિકેટ રમતા 20 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું.
વિગતો મુજબ, અરવલ્લીના મોડાસામાં ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીના તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા 20 વર્ષના પર્વ સોનીનું ક્રિકેટ રમતા દરમિયાન હાર્ટ એટેક આવતા જ ઢળી પડ્યો હતો. દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. પર્વ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. આટલી નાની ઉંમરે હાર્ટ એટેકથી યુવકનું અચાનક મોત થઈ જતા પરિવાર પર દુઃખોનું આભ ફાટી પડ્યું હતું.
બે દિવસ પહેલા જ સુરેન્દ્રનગરના પાટડીમાં શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. પાટડીમાં શહેર ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોર રાત્રે મિત્રો સાથે વાતો કર્યા બાદ મોડી રાત્રે ઘરે પહોંચતા તેમને હાથમાં દુઃખાવો શરૂ થયો હતો. આથી તેઓ બાઈક લઈને પાટડીની સરકારી હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા. જોકે હોસ્પિટલના બાકડે જ તેમને હ્રદયરોગનો હુમલો આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત થઈ ગયું હતું. તો રાજકોટમાં પણ પુત્રના લગ્નના દિવસે જ 50 વર્ષના મહિલાને હાર્ટ એટેક આવતા મોત થઈ ગયું હતું.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)
ADVERTISEMENT