અરવલ્લી પોલીસ અંધારામા..!! શામળાજી -મોડાસા હાઇવે પર સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લી: રાજ્યમાં દારૂબંધીને લઈ અનેક સવાલો ઉઠયા છે. દારૂબંધીને લઈ પોલીસ અનેક વખત સવાલોના ઘેરા વચ્ચે આવી ચૂકી છે. આ દરમિયાન હવે સ્થાનિક પોલીસ અંધારામાં રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી શામળાજી -મોડાસા હાઇવે પરના ભવાનપુર પાસે અંગ્રેજી દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

દારૂબંધીની અમલવારીને લઈ પોલીસ પર અનેક વખત આંગળી ચીંધાઈ ચૂકી છે. આ દરમિયાન ફરી એકવાર સ્થાનિક પોલીસ પર સવાલો ઉઠયા છે. સ્ટેટ મોનીટરીગ સેલ ની રનિંગ રેડ માં અંગ્રેજી દારૂ નો મોટો જથ્થો ઝડપાયો છે. શામળાજી -મોડાસા હાઇવે પરના ભવાનપુર પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે ઇકો કારમાંથી રૂપિયા 242400/-ની 2424 બોટલ અંગ્રેજી દારૂની ઝડપી પાડી છે. આ સાથે સ્ટેટ મોનીટરીંગ સેલે રાજસ્થાન ના સાંચોર જિલ્લાના ધામડા ગામના પ્રકાશ બિશ્નોઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી
પોલીસે દારૂ ભરી આપનાર ડુંગરપુર જિલ્લા ના બૈજી ગામના પ્રિતેશ કલાલ, ડુંગરપુર ના અમિત પંડિત, ક્રુઝર ગાડીમાંથી વેન્યુ કારમા દારૂ ભરી આપનાર તેમજ અમદાવાદ રિંગ રોડ પર દારૂ મંગાવનાર અને ઇકો કાર નંબર ના ડ્રાયવર સહીત કુલ 5 લોકોને ભાગેડુ દર્શાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ ના સપાટા થી શામળાજી પોલીસ નું નાક વઢાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા, અરવલ્લી )

    follow whatsapp

    ADVERTISEMENT