અરવલ્લીમાં દીકરીને સાપે ડંખ મારતા પરિવાર ભૂવા પાસે લઈ ગયો, બાદમાં હોસ્પિટલ લઈ જતા મોતને ભેટી
અરવલ્લી: ગુજરાતના વિરમગામમાં અંધશ્રદ્ધામાં 10 મહિનાની બાળકીનું અંધશ્રદ્ધામાં મોત થઈ ગયું. ત્યારે હવે અરવલ્લીમાં અંધશ્રદ્ધામાં વધુ એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં આવેલા…
ADVERTISEMENT
અરવલ્લી: ગુજરાતના વિરમગામમાં અંધશ્રદ્ધામાં 10 મહિનાની બાળકીનું અંધશ્રદ્ધામાં મોત થઈ ગયું. ત્યારે હવે અરવલ્લીમાં અંધશ્રદ્ધામાં વધુ એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પંચાલ ગામમાં સર્પદંશ બાદ 14 વર્ષની છોકરીને ડોક્ટરના બદલે ભુવા પાસે લઈ જવાતા મોડી સારવાર મળતા તેનું મોત થઈ ગયું.
વિગતો મુજબ, મેઘરજની રાજસ્થાન સરહદે આવેલા પંચાલ ગામે 14 વર્ષની સોનલ તાબિયાળ વહેલી સવારે પોતાના ઘર આગળ ઘાસ કાપવાનું કામ કરી રહી હતી. દરમિયાન એક ઝેરી સાપે સોનલને હથેળીમાં ડંખ માર્યો. આથી તે ચીસ નાખીને ઢળી પડી. પરિવારના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા. જોકે સગીરાને હોસ્પિટલના બદલે પરિજનો ઝેર ઉતારવા માટે ભુવા પાસે લઈ ગયા.
જોકે સગીરાની તબિયત વધુ ખરાબ થતા બાદમાં મેઘરજની હોસ્પિટલમાં સગીરાના પરિવારજનો લઈને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ સગીરાને મૃત જાહેર કરી હતી. નોંધનીય છે કે, તાજેતરમાં વિરમગામમાં પણ આવી એક ઘટના સામે આવી હતી. જેમાં 10 માસની બાળકીને શરદી-ઉઘરસની સમસ્યા રહેતા પરિવારે ભુવા પાસે લઈ ગયો. જ્યાં બાળકીને પેટ પર સોયના ડામ આપતા તેની તબિયત લથડી હતી અને રાજકોટ સિવિલમાં 3 દિવસની સારવાર બાદ તેનું મોત થઈ ગયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT