અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દારુ ભરેલી કાર મુકીને ફરાર થયાના આરોપ: સ્થાનીકોએ ઝડપી દારુ ભરેલી સ્કોર્પિઓ
અરવલ્લીઃ અરવલ્લીમાં સ્થાનીક યુવાનોને મળેલી માહિતીને આધારે તેમણે એક કાળા રંગની સ્કોર્પિઓ કાર અટકાવી હતી. પોલીસ અને તંત્રને કરવાનું કામ લોકોએ કરી બતાવ્યું હતું. જોકે…
ADVERTISEMENT
અરવલ્લીઃ અરવલ્લીમાં સ્થાનીક યુવાનોને મળેલી માહિતીને આધારે તેમણે એક કાળા રંગની સ્કોર્પિઓ કાર અટકાવી હતી. પોલીસ અને તંત્રને કરવાનું કામ લોકોએ કરી બતાવ્યું હતું. જોકે અહીં અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ દારુ ભરેલી કાર મુકીને ફરાર થઈ ગયા હોવાની ચર્ચાઓ પણ સામે આવી છે સાથે જ કેટલાક વીડિયો પણ જે લોકોએ ઉતાર્યા તે પણ સામે આવી રહ્યા છે. જેમાં ભાજપની ટોપી પહેરેલા વ્યક્તિ રાજુ પટેલ જિલ્લા બાજપ સંગઠનના પ્રમુખ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેઓ કારને અટકાવી રહેલા લોકોને કારથી દુર કરવાના પ્રયત્નો કરી રહ્યા હોવાનું જોઈ શકાય છે.
ભાજપ નેતાનું દારુની કારને પાયલોટિંગ કરતા હોવાના ગંભીર આરોપો
ઉલ્લેખનીય છે કે ચૂંટણીને લઈને ગુજરાતની તમા બોર્ડર પર પોલીસ અને તંત્રની ચાંપતી નજર છે. બીજી બાજુ સ્થાનીક બુટલેગર અને તેમના નેટવર્ક પર પોલીસની સતત નજર હોવાનું જાહેર કરાય છે. છતા ગુજરાતમાં ચૂંટણી દરમિયાન આટલી મોટી માત્રામાં દારુનો જથ્થો લઈ કેવી રીતે કારમાં અવરજવર થઈ શકે? તે પ્રશ્ન ઊભો થયો છે. આ દારુ ભરેલી કારને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ પાયલોટિંગ આપતા હોવાનો આરોપ અહીંના લોકો લગાવી રહ્યા છે. બાબતની ભારે ચકચાર મચી જતા માલપુર પોલીસ પણ સ્થળ પર દોડી આવી છે. દારુ ભાજપનો હોવાના અને મતદારોને આપવા લાવ્યા હોવાના ગંભીર આરોપો લગાવાઈ રહ્યા છે. જોકે પોલીસ હવે સત્તાવાર રીતે શું જાહેર કરે છે તેના પર મીટ મંડાઈ છે.
ADVERTISEMENT
પોલીસની આગામી કાર્યવાહી પર લોકોની નજર
માલપુરના અણિયોર નજીકથી દારુ ભરેલી સ્કોર્પિઓ સ્થાનીકોએ અટકાવી હતી. તેમને મળેલી બાતમીને આધારે તેમણે આ કારને અટકાવી હોવાનું સામે આવ્યું છે. કારમાં સવાર કેટલાક નામી વ્યક્તિઓ પણ ફરાર થઈ ગયા હોવાના આરોપો લગાવાઈ રહ્યા છે. મોટી માત્રામાં દેશી દારુનો જથ્થો હોવાનું સામે આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનીક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસ હવે કેવી કામગીરી કરશે તે આગામી દિવસોમાં જોવા મળશે.
(વીથ ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT