વધુ એક મોંઘવારીનો માર, સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 80 થી 90 રૂપિયાનો તોતિંગ વધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીલેશ શિશાંગિયા, રાજકોટ: ગુજરાત ભરમાં દિવસેને દિવસે મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી લોકોના ઘરનું બજેટ બગડી રહી છે. રાજ્યભરમાં મોંઘવારીએ માઝા મૂકી છે. રાજ્યની જનતાને એક બાદ એક મોંઘવારીના માર પડી રહ્યા છે. પેહલા PNG અને CNG હવે સિંગતેલમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો . મોંઘવારીમાં મધ્યમ વર્ગ પિસાઈ રહ્યો છે. ત્યારે  ફરી સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂપિયા 80 થી 90 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. ત્યારે સિંગતેલમાં ડબ્બાના ભાવ 2820 સુધી પહોંચ્યો છે.

મધ્યમ વર્ગીયો પર મોંઘવારીનો વધુ એક કોરડો ઝિંકાયો છે. સીંગતેલના ભાવમાં ડબ્બે છેલ્લા બે દિવસમાં 80 થી 90 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં સીંગતેલમાં ડબ્બે રૂપિયા 80 થી 90 નો વધારો થતા સીંગતેલના 15 kg ના ડબ્બાનો ભાવ હાલ 2820 પર પહોંચ્યો છે. ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 43 ટન પહોંચ્યું છે. તેમ છતાં સિંગતેલના ભાવ કુદકે અને ભૂસકે ઉતરોતર વધી રહ્યા છે.

ખાધ્ય તેલના વિક્રેતાનું કહેવું છે કે, ગત વર્ષની સરખામણીએ સૌરાષ્ટ્રમાં ત્રણથી ચાર લાખ ટન મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે. બીજી તરફ ચાલુ વર્ષે મીડીયમ ક્વોલિટીની મગફળીના પણ સારા એવા ભાવ મળી રહ્યા છે. તો સાથે જ જીવીશ મગફળીનું ઉત્પાદન પણ ઘટ્યું છે. ઉત્પાદનની સરખામણીએ છેલ્લા ચાર વર્ષથી સિંગતેલ ની માંગમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. તેમજ છેલ્લા બે દિવસમાં સીંગતેલનું એક્સપોર્ટ પણ વધ્યું છે. એક્સપોર્ટ વધતા સ્થાનિક બજારોમાં પણ ભાવ ઉચકાયેલા જોવા મળ્યા છે.

ADVERTISEMENT

ડબ્બાનો ભાવ 2900 સુધી પહોંચશે
ચીન દ્વારા મોટા પ્રમાણમાં ભારતીય સીંગતેલની ખરીદી કરવામાં આવી છે. જેના કારણે પણ સ્થાનિક બજારમાં બે દિવસમાં રૂપિયા 80 થી 90 નો વધારો આવ્યો છે. તો સાથે જ આગામી દિવસોમાં પણ ડબ્બો 2900 ને પાર પહોચે તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. તો બીજી તરફ સાઈડ તેલોના ભાવમાં હાલ સ્થિરતા જોવા મળી રહી છે.

સુરતના વિદ્યાર્થીઓએ PM મોદી માટે તૈયાર કર્યું ગોલ્ડ પ્લેટેડ વેલેન્ટાઇન ટ્રી, જાણો શું છે ખાસ

ADVERTISEMENT

ફરસાણ મોંઘું થઈ શકે છે
મગફળીની ખરીદી હજુ ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત ભાવવધારો થયો છે. ચાલુ વર્ષે મગફળીનું 42 લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ વધી રહ્યા છે. જો ભાવ વધારો ચાલુ રહેશે તો ફરસાણ સહિતની આઈટમો ફરીથી મોંઘી થશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT