ગુજરાતમાં વધુ એક ઠગ પકડાયો, CMO અધિકારી બની મોડલ સાથે દુષ્કર્મ આચર્યું, ફિલ્મ જોવા ગયોને ભાંડો ફૂટ્યો
વડોદરા: PMO અધિકારી બનીને જમ્મુ-કાશ્મીરમાં ફરતા મહાઠગ કિરણ પટેલનો મામલો હજુ શાંત થયો નથી ત્યાં ગુજરાતમાં હવે CMO અધિકારી બનીને ઠગાઈ આચરતો વધુ એક ઠગ…
ADVERTISEMENT
વડોદરા: PMO અધિકારી બનીને જમ્મુ-કાશ્મીરમાં ફરતા મહાઠગ કિરણ પટેલનો મામલો હજુ શાંત થયો નથી ત્યાં ગુજરાતમાં હવે CMO અધિકારી બનીને ઠગાઈ આચરતો વધુ એક ઠગ પકડાયો છે. વડોદરામાં વિરાજ પટેલ નામના ઠગ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક નહીં બે-બે ફરિયાદ નોંધાઈ છે.
નકલી CMO અધિકારીએ મુંબઈની મોડલ સાથે દુષ્કર્મ આચર્યું
મીડિયા રિપોર્ટ્સ મુજબ, વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં વિરાજ પટેલ નામના ઠગ સામે ફરિયાદ નોંધાઈ છે. આક્ષેપ છે કે આરોપીએ CMOના અધિકારી અને ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની ખોટી ઓળખ આપીને મોડલ સાથે દુષ્કર્મ આચર્યું છે. મુંબઈમાં રહેતી મોડલને વિરાજે ગિફ્ટ સિટીની ઈન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. આ માટે મોડલને 4 દિવસનું શૂટિંગ કરવાનું કહ્યું હતું, જેમાં બે દિવસ અમદાવાદ અને બે દિવસ દુબઈમાં શૂટિંગનું કહ્યું હતું.
મોડલના 3.50 લાખ પણ પડાવી લીધા
આ બાદ મહિલાને ગોવા, મુંબઈમાં મોડલના ઘરે તથા વડોદરાની હોટલમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપી વિરાજે આ સાથે મોડલના વિવિધ બેંકના ATM કાર્ડમાંથી પણ 3.50 લાખ રૂપિયા લઈને વાપરી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
કેવી રીતે પકડાયો?
ગઈકાલે આરોપી થિયેટરમાં ફિલ્મ જોવા ગયો હતો. ત્યારે કેટલાક લોકો સાથે તેની માથાકૂટ થઈ હતી. આ સમયે આરોપી વિરાજે પોતે CMO અધિકારી તરીકેની ઓળખ આપીને રોફ માર્યો હતો. જોકે પોલીસને શંકા જતા તેની તપાસ કરી હતી. ત્યારે તેનો ભાંડો ફૂટી ગયો હતો. સાથે જ આરોપી પાસેથી નકલી પાનકાર્ડ પણ મળી આવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT