ડમીકાંડમાં યુવરાજસિંહ જાડેજા પોતાના જ ચક્રવ્યૂહમાં ફસાયા, ખંડણી બાદ હવે વધુ એક ગુનો નોંધાઈ શકે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: ભાવનગરમાં ડમીકાંડનો ખુલાસો કરનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા તોડકાંડના આક્ષેપમાં છેલ્લા 2 દિવસથી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ દ્વારા આક્ષેપ કરાયો હતો કે યુવરાજસિંહે તોડકાંડમાં બે વ્યક્તિઓના નામ ન લેવા માટે તેમની પાસેથી રૂ.1 કરોડની ખંડણી વસૂલ કરી હતી. જે બાદ તેમની વિરુદ્ધ પોલીસે ખંડણી લેવાનો ગુનો નોંધ્યો છે. ત્યારે હવે યુવરાજસિંહ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાઈ શકે છે.

કયા ગુના હેઠળ યુવરાજસિંહ સામે કેસ થશે?
માહિતી મુજબ, ડમીકાંડમાં અત્યાર સુધી 40 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે અને 14 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે SITની ટીમ દ્વારા આ મુદ્દે વધુ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ડમીકાંડમાં હવે યુવરાજસિંહ સામે અપહરણનો ગુનો પોલીસ દાખલ કરી શકે છે. યુવરાજસિંહ પર ડમી વિદ્યાર્થીઓને ગોંધી રાખવાનો ગુનો નોંધાય તેવી શક્યતા મીડિયા રિપોર્ટ્સમાં વ્યક્તિ કરવામાં આવી રહી છે.

ડમીકાંડમાં ધો.12 કોમર્સમાં બે ડમી ઉમેદવારના નામ ખૂલ્યા હતા
નોંધનીય છે કે, યુવરાજસિંહ જાડેજાએ ધો.12 કોમર્સની પરીક્ષામાં અમરેલીમાં બે ડમી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનો ખુલાસો કર્યો હતો. આ સાથે તેમણે આ ડમી વિદ્યાર્થીનો એક વીડિયો પણ બનાવ્યો હતો અને મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં તે યુવક પોતે ધો.12 કોમર્સની પરીક્ષામાં ડમી તરીકે બેઠો હોવાનું કબૂલ કરે છે. અમરેલીની સ્કૂલમાં આ ડમી કાંડ થયો હોવાનો દાવો યુવરાજસિંહ કર્યો હતો.

ADVERTISEMENT

યુવરાજસિંહના સાળાના મિત્ર પાસેથી 38 લાખ મળ્યા
બીજી તરફ તોડકાંડમાં પોલીસે યુવરાજસિંહના સાળા કાનભાની પૂછપરછ દરમિયાન માહિતીના આધારે તેના મિત્ર પાસેથી રૂ.38 લાખ રિકવર કર્યા છે. પોલીસ ફરિયાદ મુજબ, નીલમબાગ પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાઈ છે. યુવરાજસિંહના સાળા કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા ઉર્ફે પપ્પુભાઈ ગોહિલને સુરતથી લાવીને પુછતા કે તેણે કબુલ કર્યું કે, પ્રકાશ ઉર્ફે પ્રદીપ બારૈયા (પી.કે), પાસેથી તેણે ઘનશ્યામ લાધવા તથા બીપીની ત્રીવેદી મારફતે 1 કરોડ રૂપિયા બળજબરીથી કઢાવવા પોતાના ભાઈ શીવભદ્રસિંહ ઉર્ફે શીવુભાની ઓફિસે તેનું નામ યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં ડમી કાંડમાં નહીં જાહેર કરવા માટે ડીલ કરી હતી.

તેમની પાસેથી યુવરાજસિંહની સૂચનાથી સ્વીકારેલા પૈકીના રૂપિયા શિવુભાએ 12 એપ્રિલ 2023એ તેના મિત્ર જીત હિતેશભાઈ માંડવીયાના શાંતિનાથ પાર્ક, રૂપાણી સર્કલમાં આવેલા ફ્લેટમાં એક બેગમાં તાળુ મારીને મુક્યા હતા. પોલીસને આપેલી આ વિગતો અનુસાર પોલીસે આ જગ્યા પર કાર્યવાહી કરતા, કાનભાના બતાવ્યા પ્રમાણે બેગમાંથી રૂ. 38,00,000 રિકવર કરવામાં આવ્યા છે. તેની ખાસ પુછપરછ વખતે તપાસ દરમિયાન બીજી પણ વિગતો સામે આવી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT