અમરેલીઃ ખેડૂતની વાડીમાં 70 ફૂટ ઊંડા કૂવામાંથી દીપડીને બચાવાઈ- Video
અમરેલીઃ અમરેલીના ખાંભામાં ખેડૂતોની વાડીમાં 70 ફૂટ ઊંડા કુવામાં દીપડી ખાબકી ગઈ હતી. જોકે અહીં દીપડીના જીવને જોખમ હતું. મામલાની જાણ વન વિભાગને કરવામાં આવતા…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલીના ખાંભામાં ખેડૂતોની વાડીમાં 70 ફૂટ ઊંડા કુવામાં દીપડી ખાબકી ગઈ હતી. જોકે અહીં દીપડીના જીવને જોખમ હતું. મામલાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ તુરંત સ્થળ પર આવી ગયું હતું અને દીપડીનો જીવ બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન સફળતાથી દીપડીને બહાર કાઢી લેવાઈ હતી. પીંજરામાં દીપડી અત્યંત ખૂંખાર જોવા મળી હતી.
ભરૂચઃ દરિયા કાંઠે રમતા બાળકો ભરતીમાં તણાયા, 7 લોકો ખેંચાયા- Video
કૂવામાંથી મળ્યો બિલાડીનો મૃતદેહ
અમરેલીના ખાંભામાં રહેતા ખેડૂત ભીમભાઈ બસુભાઈ સાખટની વાડીમાં દીપડી 70 ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ હતી. વન વિભાગને જાણકારી મળતા તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન કૂવામાંથી બિલાડીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. જેનાથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે દીપડી બિલાડીનો શિકાર કરવામાં કૂવામાં ખાબકી હોઈ શકે છે. વન વિભાગે ભારે જહેમતથી દીપડીને બચાવી લીધી હતી. જે પછી તેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાઈ હતી.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT
ADVERTISEMENT