વાંસદામાં જીતેલા કોંગ્રેસ નેતા અનંત પટેલે કહ્યુંઃ BJP આદિવાસી સમાજને સામાન્ય ન ગણે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવસારીઃ વાંસદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને મતદારોએ પોતાના ધારાસભ્ય તરીકે ચૂંટ્યા છે. તેમને 1.22 લાખ મતો મળ્યા છે જ્યારે સામે ભાજપના પીયુષ પટેલને 88 હજાર મતો મળ્યા છે અને આ તરફ આમ આદમી પાર્ટીના પંકજ પટેલને 15 હજાર મત મળ્યા છે. બેઠક પર વધુ મતો મેળવીને અનંત પટેલ વિજય થયા છે. તેમણે કોંગ્રેસની ગુજરાતમાં થયેલી હાર અંગે વાત કરી હતી અને ભાજપને સંદેશ આપતા કહ્યું હતું કે, આદિવાસી સમાજને સામાન્ય ન ગણો

ભાજપ, કોંગ્રેસને આપ્યો આ સંદેશ
અનંત પટેલે કહ્યું કે, મારા લોકોનો આ વિજય છે, જેમણે મહેનત કરીને મને જીતાડ્યો છે. મારા સમાજને સંદેશ છે કે આપણે લડવાનું છે અને જીતવાનું છે. ભાજપને હું કહીશ કે આદિવાસી સમાજને સામાન્ય ન ગણો તેમના વિસ્તારોને પણ વિકાસની જરૂર છે. તેમને વિકાસ આપો. કોંગ્રેસને કહીશ કે કામ કરવાથી અને સંઘર્ષ કરવાથી જીત મળે છે. મારી પાર્ટીએ જે લિસ્ટ જાહેર કર્યું તે ઘણું મોડું જાહેર કર્યું, ભાજપે ઘણા ડરાવવાના અને ધમકાવવાના કામ કર્યા છે તેટલે નુકસાન થયું હોય તેવું બને. મારો સમાજ સાથે રહેવા અને તેમના માટે લડવાનો મુદ્દો કામ કરી ગયો છે.

વાંસદા બેઠક પર અનંત પટેલનો ભવ્ય વિજય થયો છે. અંદાજે 10 હજાર લોકો તેમને શુભેચ્છાઓ પાઠવવા આવી પહોંચ્યા હતા અને વિજય સરઘસમાં જોડાયા હતા.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ રોનક જાની)

    follow whatsapp

    ADVERTISEMENT