આણંદની ખાનગી સ્કૂલમાં ધો. 8ના બધા વિષયના પેપર ફૂટ્યા, પેપર ફોડનારાનું નામ પણ સામે આવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદ: સરકારી પરીક્ષાઓના પેપર ફૂટે, બોર્ડના પેપર ફૂટે પરંતુ એક શાળાની પરીક્ષાનું પેપર ફૂટે? એ પણ હવે આશ્ચર્ય પમાડે તેવી બાબત થઈ ગઈ છે. કારણ કે આણંદ જિલ્લામાં મોગરમાં આવેલી અનુપમ મિશન સંચાલિત જ્ઞાન યજ્ઞ વિદ્યાલયમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. આવા વાર્ષિક પરીક્ષા દરમ્યાન ધોરણ આઠના તમામ વિષયના પેપર ફૂટવાનો બનાવ સામે આવ્યો છે. જેને લઈને વાલીઓએ સ્કૂલમાં જઈને વિરોધ નોંધાયો છે.

કોણે ફોડ્યું ધો.8નું પેપર?
છેલ્લા કેટલાય સમયથી સરકારી પરીક્ષાઓના પેપર ફૂટવાના ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની પરીક્ષા શાંતપુર્ણા માહોલમાં પેપર ફૂટવાની કોઈપણ ઘટના બન્યા વગર પૂર્ણ થઈ છે. એવામાં આજે આણંદ જિલ્લાના મોગરી ખાતે આવેલ જ્ઞાન યજ્ઞ વિદ્યાલય એટલે કે બ્રહ્મજ્યોત વિદ્યાલયમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. આ વાર્ષિક પરીક્ષાઓ દરમિયાન ધોરણ આઠના તમામ વિષયના પેપર ફૂટેલા હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સંસ્થાએ પણ પેપર ફૂટવાની વાતને સ્વીકારી છે. ધોરણ 8ના તમામ વિષયના પેપર ફૂટી જતા વાલીઓ સ્કૂલમાં પ્રિન્સિપાલને રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે સંસ્થા એ પણ પેપર ફૂટવાની વાતને સ્વીકારી હતી અને વાલીઓને જણાવ્યું કે, પેપર ફૂટ્યા છે વાત સાચી છે અને હવે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે સાથે જ એ પણ સામે આવ્યું છે કે નડિયાદના કોઈ પ્રિન્સિપાલ દ્વારા આણંદની મોગરીમાં આવેલ જ્ઞાન યજ્ઞ વિદ્યાલયના ધોરણ આઠના તમામ પેપરો લીક કરાયા હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

પેપર ફૂટતા વાલીઓ નારાજ
આ અંગે તેજલ સુથાર નામના વાલીએ જણાવ્યું કે, “આજે બ્રહ્મ જ્યોત સ્કૂલ છે એમાં એવું જાણવા મળ્યું કે પેપર ફૂટી ગયા છે મારી દીકરીએ ઘરે આવીને કહ્યું અને અમે તપાસ કરી આ વાતમાં તથ્ય છે અને સંસ્થાએ પણ સ્વીકાર્યું છે.”

એક-બે નહીં 6 વિષયના પેપર ફૂટ્યા
શીતલ કલોલા નામના વાલી એ જણાવ્યું કે, “બ્રહ્મ જ્યોત , પ્રજ્ઞાનતીર્થમાંથી આઠમા ધોરણની પરીક્ષાના પેપર લીક થયા હોવાનું વિદ્યાર્થીઓ ઘરે આવીને જણાવ્યું. જેને લઇને ફરી એકઝામ લેવામાં આવશે. જેથી બાળકોએ કીધું કે હવે અમે ફરી એક્ઝામ નહીં આપીએ, કારણ કે ફરી મહેનત કરીને કોઈને ક્યાય જવાનું હોય વેકેશન દરમિયાન બધા બાળકોના પ્રોગ્રામ પણ ફિક્સ થઈ ગયા હોય. ટીચરોને પણ ત્રણ-ચાર દિવસ પહેલા કહી રાખ્યુ હતુ કે, અત્યાર સુધીને કોઈ એક્શન ના લેવાઈ અને હવે સ્કૂલ વાળા જે કહે એમ કરવામાં આવે છે એવામાં છ વિષયના પેપર ફૂટ્યા છે એવી વાત સામે આવી છે. મેઇન તમામ છ વિષયના પેપર ફૂટી ગયા છે.

ADVERTISEMENT

ફરી પરીક્ષા લેવાના વિરોધમાં વાલીઓ
જ્યારે કોમલબેન નામના વાલી એ જણાવ્યું કે, “મને એટલું જ કહેવું છે કે, જે છોકરાઓને નથી ખબર અને જે છોકરાઓએ પરીક્ષા આપી દીધી છે સાચી રીતે તો પછી ફરી પેપર લેવાની જરૂર શું પડે. અને જો લેવી જ હોય પરીક્ષા તો જે લોકોએ ખરેખર પેપર ફૂટ્યા છે એની લે. આ તો મારા દીકરાને કાલે જ ખબર પડી છે કે પેપર ફૂટ્યા છે. અને જે લોકોને ખરેખરમાં પેપર ફૂટયા છે એની ખબર પડીને એ લોકોને ફરી પરીક્ષા આપવી પડે. આ બાબતે મેડમે વિચાર કરવો જોઈએ છોકરાઓના ભવિષ્ય જોડે ના રમવું જોઈએ. આવુ પ્રથમ વખત જ બન્યું છે.

ADVERTISEMENT

સ્કૂલના વ્યવસ્થાપકે શું કહ્યું?
તો ધનંજય પટેલ શાળાના વ્યવસ્થાપક કે જણાવ્યું કે,”ધોરણ આઠના પેપર ફૂટવાની વાત અમારા ધ્યાને ગઈ કાલે આવી. એના ઉપર અમે પગલાં લઈ રહ્યા છે. જેવી વાત સામે આવી છે તેને લઈને તરત જ અમે બાકી રહેલા વિષયોના પેપર બદલીને પરીક્ષા લીધી છે. જે વિષયના પેપર ફૂટ્યા છે, તેની ફરી પરીક્ષાઓ લેવામાં આવશે. અંદાજે છ વિષયના પેપરો ફૂટી ગયા છે. એ માટેની અમે વિચાણા કરી રહ્યા છીએ, જેના ઘણા વિકલ્પો છે. એ પૈકી વાલીઓ સાથે જે કંઈ પણ નક્કી થાય એ પ્રમાણે અમે પગલાં લઈશું પરંતુ બાળકના હિતમાં હશે એ પ્રમાણે અમે નિર્ણય લઈશું.

શાળાના વ્યવસ્થાપક ઉર્જાબેન પટેલના જણાવ્યા અનુસાર, “અમે ખેદ સાથે જણાવી રહી છું કે ધોરણ આઠ ના પેપર લીક થયા છે પણ સો ટકા વિદ્યાર્થીઓના હિતમાં હોય એવો જ નિર્ણય વાલી, વ્યવસ્થાપક, મેનેજમેન્ટ, શિક્ષક તથા આચાર્ય સાથે મળીને લઈશું.

વાલીઓમાં પેપર ફૂટવાને લઈને રોષ
મહત્વની વાત એ છે કે, આજે વિદ્યાર્થીઓના વાલીઓને પેપર ફૂટવાની જાણ થતા સ્કૂલમાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. કારણકે સ્કૂલ સંચાલક દ્વારા જે વિષયના પેપર ફૂટ્યા છે, તે તમામ વિષયની પરીક્ષાઓ ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું વાલીઓને જાણવા મળ્યું હતું. જેને લઈને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કારણ કે ધોરણ આઠમાં ગણીને આઠ કે નવ વિષયની પરીક્ષા લેવાય છે, અને મુખ્ય છ વિષયના પેપર જ ફૂટી ગયા છે. જેને લઈને મુખ્ય વિષયની અને એમ કહીએ કે તમામ વિષયની ફરી પરીક્ષા આપવાનો વિદ્યાર્થીઓને વારો આવ્યો છે. સાથે જ વાલીઓ દ્વારા એવો પણ આક્ષેપ કરાયો છે કે, આ પેપર નડિયાદના એક પ્રિન્સિપાલ દ્વારા ફોડવામાં આવ્યું છે જેને લઇને શિક્ષણ જગતમાં હડકમ મચી છે.

    follow whatsapp

    ADVERTISEMENT