આણંદઃ ચૂંટણી નજીક આવતા MLA કાંતિ સોઢા પરમાર વોર્ડમાં પહોંચ્યા તો થઈ જોવા જેવી, લોકો ઘેરી વળ્યાઃ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

આણંદઃ આણંદના કોંગ્રેસના ધારાસભ્યને વોર્ડમાં લટાર મારવી ભારે પડી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર હાલ જ્યારે સ્થાનિકોને મળવા પહોંચ્યા ત્યારે સ્થાનિકો રીતસર તેમને ઘેરી વળ્યા હતા. અચાનક લોકોની નારાજગીને ભોગ બનવાનો વારો આવતા કાંતિ સોઢા પરમાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા.

વોર્ડ નંબર 4માં ધારાસભ્યને લોકો ઘેરી વળ્યા
બન્યું એવું કે, આણંદના નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આજે મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ સોઢા પરમાર કોર્પોરેટરની સાથે વિસ્તારની મુલાકાતે ગયા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં ચૂંટણીનો માહોલ છે, ગમે ત્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે અચાનક ઘણા ખરા નેતાઓ પોતાના વિસ્તારોમાં પહોંચ્યા ત્યારે તેમણે કરેલી કામગીરી અને સંબંધોના આધારે ત્યાં તેમની આગતા સ્વાગતા થઈ. ક્યાંક લોકો આવકારે છે તો ક્યાંક લોકો નારાજગી પણ વ્યક્ત કરે છે. આવા સમયમાં કાંતિ સોઢા પરમાજ જ્યારે નગરપાલિકાના વોર્ડ નંબર 4માં જાય છે ત્યારે સ્થાનિકો તેમને ઘેરી વળે છે.


કાંતિ સોઢા પરમારનું કોઈએ સાંભળ્યું નહીં
સ્થાનિકોએ કાંતિ સોઢા પરમારને ઘેરી લઈને તેમના વિસ્તારમાં કયા કયા કામો થયા નથી તે સંદર્ભે સવાલો કર્યા હતા. તેમણે વિસ્તારમાં વિકાસના કામો થયા નહીં હોવાના આરોપ સાથે ધારાસભ્યને ઘેરી લીધા હતા. સ્થાનિકોની નારાજગી એ વાત પર હતી કે તેમના વિસ્તારમાં લાંબા સમયથી વિકાસના કોઈ કાર્યો થતા નથી. આ કારણે લોકો પહેલાથી નારાજ તો હતા જ પરંતુ જ્યારે તેમણે વિસ્તારમાં નેતાને જોયા તો તેમણે ત્યાં જ પોતાનો બધો રોષ ઠાલવી દીધો. કાંતિ સોઢા પરમારે પણ કામગીરી અંગે પોતાનો પક્ષ મુકવાના પ્રયત્નો કર્યા પરંતુ અહીં જાણે તેમનું એક ન ચાલ્યું તેવી સ્થિતિ થઈ.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ હેતાલી શાહ મહેતા, નડિયાદ)

    follow whatsapp

    ADVERTISEMENT