આણંદઃ પગાર ન વધ્યો તો રીસાઈને કરી 8.61 લાખની લૂંટ, માસ્ટર પ્લાન પર પોલીસે પાણી ફેરવ્યું
હેતાલી શાહ.નડિયાદઃ આણંદના સામરખા ગામની સીમમાં અમદાવાદ વડોદરા એક્ષપ્રેસ વે પર ગત રોજ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ ટ્રકને આંતરીને ટ્રક ચાલક તેમજ કલીનરને રિવોલ્વર…
ADVERTISEMENT
હેતાલી શાહ.નડિયાદઃ આણંદના સામરખા ગામની સીમમાં અમદાવાદ વડોદરા એક્ષપ્રેસ વે પર ગત રોજ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ ટ્રકને આંતરીને ટ્રક ચાલક તેમજ કલીનરને રિવોલ્વર બતાવી ટ્રકની કેબીનમાંથી રૂ. 8.61 લાખની રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઆ હતી. પોલીસે ગણતરીનાં દિવસોમાં લૂંટનાં ગુનાનો પર્દાફાશ કરી લૂંટનું તરકટ રચી ખોટી ફરિયાદ નોંધાવનાર ડ્રાયવર અને કંડકટરની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટની 8.61 લાખની રોકડ રકમ કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
રિવોલ્વરની અણીએ લૂંટણી કરી હતી ફરિયાદ
ફરિયાદ પ્રમાણે છોટાઉદેપુરવી નસવાડી ખાતે રહેતા આકબાની અમીનમંહમદ હનીફ કે જેઓ ખેડૂતો પાસેથી કપાસ ખરીદી વેચાણ કરવાનો વ્યવસાય કરે છે, તેમની ટ્રકના ચાલક તરીકે રાજુ ઉર્ફે ભીમો તડવી છેલ્લા દસ વર્ષથી નોકરી કરે છે, આજથી ત્રણ દિવસ પૂર્વે ટ્રક ચાલક રાજુ ઉર્ફે ભીમો તડવી અને કંડકટર સંજય તડવી હારીજ ખાતે કપાસ વેચીને કપાસ વેચાણના રૂ. 8.61 લાખ રોક઼ડ રકમ લઈને ટ્રકમાં પરત નસવાડી જઈ રહ્યા હતા. ટ્રક ચાલક રાજુ ઉર્ફે ભીમાએ ગત રવિવારે ટ્રક માલિક આકબાની અમીનમંહમદને ફોન કરી કહ્યું હતું કે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આણંદના સામરખા નજીક અજાણ્યા કાર ચાલક સહીત બે શખ્સોએ ટ્રકને આંતરીને રિવોલ્વરની અણીએ તેઓને ટ્રકમાંથી નીચે ઉતારી મુકી ટ્રકની કેબીનમાં મુકેલા 8.61 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.
પોલીસની આગવી પુછપરછમાં બંને સાચુ બોલી ગયા
આ ધટનાને લઈને અમીન મોંહમદ તાત્કાલીક આણંદ દોડી આવ્યા હતા અને આણંદ ગ્રામ્ય પોલીસ મથકે લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે પુછપરછ કરતા અજાણ્યા બે લૂંટારૂ નંબર પ્લેટ વગરની સફેદ કાર લઈને આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે એક્સપ્રેસ વેના ટોલનાકા તેમજ અન્ય સીસીટીવી કેમેરાનાં ફૂટેજની ચકાસણી કરતા ટ્રક ચાલક દ્વારા દર્શાવાઈ હોય તેવી કોઈ કાર જોવા મળી ન હતી. જેથી પોલીસે શંકાનાં આધારે ટ્રક ચાલક રાજુ ઉર્ફે ભીમો અનેં કંડકટર સંજય બન્નેની અલગ અલગ પુછપરછ કરતા બન્નેનાં નિવેદનોમાં વિરોધાભાસ જણાયો હતો. જેથી પોલીસે કડકાઈથી પુછપરછ કરતા ટ્રક ચાલક અને કલીનરએ લૂંટનું તરકટ રચ્યું હોવાની કબુલાત કરી હતી.
ADVERTISEMENT
લૂંટની રકમથી કરવાના હતા પોતાનો ધંધો
ટ્રક ચાલક રાજુ ઉર્ફે ભીમો છેલ્લા દસ વર્ષથી નોકરી કરતો હોવા છતાં તેનો પગાર વધારવામાં આવતો ન હતો. તેમજ જે ખર્ચનાં નાણા આપવામાં આવતા હતા તેનો હિસાબ પણ ટ્રક માલિક માંગતા હોઈ તેની રીસ રાખી રાજુ ઉર્ફે ભીમાએ કંડકટર સંજયને લાલચ આપી લૂંટનું તરકત રચ્યું હતું. તેમજ પોલીસે એક્ષપ્રેસ હાઈવેનાં ટોલનાકા નજીક સંતાડેલા 8.61 લાખ કબ્જે કર્યા હતા,પોલીસનાં જણાવ્યા અનુસાર આ બન્ને જણા લૂંટની રકમમાંથી અન્ય ધંધો કરવાની યોજના બનાવી હતી, પોલીસે તેઓની વિરૂદ્ધ ખોટી ફરીયાદ આપવાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT