નેફ્રોલોજિસ્ટની હડતાળથી આણંદમાં ડાયાલિસિસના 300 દર્દીઓના ધબકારા વધ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/આણંદ: રાજ્યભરમાં આજથી નેફ્રોલોજી ડોક્ટરો હડતાલ પર ઉતરી જતા ખાનગી હોસ્પિટલમાં ડાયાલિસિસ પ્રક્રિયા બંધ કરવામાં આવી ગઈ છે. જેને લઈને ડાયાલિસિસના દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાસ કરીને વાત કરીએ તો આણંદ જિલ્લામાં 300 દર્દીઓ પીએમજેવાય યોજના અંતર્ગત ડાયાલિસિસની સેવાઓનો લાભ લઈ રહ્યા છે. એવામાં ત્રણ દિવસ નેફ્રોલોજી ડોક્ટર હડતાલ પર ઉતરી જતા કિડનીના આ દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. જેને લઈને આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે 300 જેટલા કિડનીના દર્દીઓ પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટર મિલિન્દ બાપનાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

ખાનગી હોસ્પિટલના વિરોધથી ડાયાબિટિસના દર્દીઓ ચિંતામાં
મહત્વનું છે કે, ગુજરાત સરકારે PMJY યોજના હેઠળના ડાયાલિસિસની રકમમાં 17% જેટલો ઘટાડો કર્યો છે. અત્યાર સુધી સરકાર ધ્વારા ખાનગી હોસ્પિટલમાં 2000 રૂપિયા ડાયાલિસિસ માટે આપવામાં આવતા હતા. જે હવે 1650 રૂપીયા કરી દીધા છે. જેને લઈ નેફ્રોલોજી ડોક્ટર દ્વારા 3 દિવસ હડતાલ કરવામાં આવી છે. ત્યારે ડાયાલિસિસ કરાવતા દર્દીઓનો સરકારી હોસ્પિટલોમાં ઘસારો વધી ગયો છે.

ADVERTISEMENT

દર્દીએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
આ અંગે દર્દી અજય કોટડીયાના જણાવ્યા અનુસાર, “અમે કલેકટરને આવેદન પત્ર આપ્યા છે. અમે કિડની પેશન્ટ છીએ. હોસ્પિટલમાં અમે છેલ્લા આઠ વર્ષથી ડાયાલિસિસ કરાવીએ છીએ. પહેલા પર પેશન્ટ સરકાર હોસ્પિટલને 2000 પે કરતી હતી. હવે કંઈક 1650 કર્યા છે. જેના લીધે હોસ્પિટલોને પોસાય એમ નથી. અને હોસ્પિટલો પીએમજેવાય યોજના હેઠળ ડાયાલિસિસ બંધ કરવાનુ વિચારે છે. જેને લઈને અમને મોટી તકલીફ પડે એમ છે. એટલા માટે અમે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે.”

    follow whatsapp

    ADVERTISEMENT