આણંદની છોકરીને ફોટો વાયરલ કરવાની ધમકી આપી શખ્સોએ ગુજાર્યું દુષ્કર્મ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી યુવતીઓને હવે ચેતી જવાની જરૂર છે. કારણ કે કેટલાક યુવકો યુવતીઓ સાથે મિત્રતા કેળવી પોતાની હવસનો શિકાર બનાવી રહ્યા છે. એમાય આણંદ જિલ્લામાં વધુ એક સગીરાને વિધર્મી યુવકોએ નિશાન બનાવતા ચકચાર મચી છે. ઉમરેઠ શહેર બાદ ઉમરેઠ તાલુકાના એક ગામમાં આ ઘટના સામે આવી છે. શખ્સોએ સગીરાના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈ બે યુવકોમાં આણંદના મહંમદ ફરહાન વ્હોરા તેમજ અમાન સકીલ વ્હોરા સામે ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને નરાધમોને ઝડપી જેલના સળીયા ગણતા કરી દીધા છે. ઉમરેઠ તાલુકામાં સતત બનતી આવી ઘટનાઓથી લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.

કેવી રીતે બની આ ઘટના

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ખભોળજ પોલીસ મથકે બે યુવકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. ખંભોળજ પોલીસ મથકે નોંધાયેલ ફરીયાદ અનુસાર ઉમરેઠ તાલુકાની એક સગીરવયની દિકરી ખંભોળજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગામ ખાતે અભ્યાસ અર્થે અપડાઉન કરતી હોતી. તે સમય દરમ્યાન આણંદ શહેરમાં રહેતા મોહમદ રહાન સાહીદભાઇ વ્હોરાએ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રથમ મિત્રતા કેળવી સગીરવયની દીકરીની એકલતાનો લાભ લઇ સગીરાના ફોટાઓ પાડી તેનું શારીરિક શોષણ કરી ફોટોઝ વાયરલ કરવાની ધમકીઓ આપી મળવા બોલાવતો હતો. તથા મોહંમદ ફરહાન સાહીદભાઇ વ્હોરાનો મિત્ર આણંદ શહેરમાં રહેતો અમાન શકીલભાઇ વ્હોરાએ સગીરા સાથે ઇન્સ્ટ્રાગ્રામ પર મિત્રતા કેળવી મોહંમદ ફરહાન સાહીદભાઇ વ્હોરા સાથેના સગીરાના ફોટાઓ વાયરલ કરવાની ધમકીઓ આપી અવાર-નવાર આણંદ ખાતે લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હતું. જેથી સગીરાએ પોતાની સાથે થયેલા અત્યાચાર અંગે પોતાના પિતાને જાણ કરતા પિતા સાથે દીકરી ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપતા તેઓની રજૂઆત સાંભળી ગુનો નોંધાયો હતો. જોકે ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ગણતરીના કલાકોમા બન્ને આરોપીઓની ઘરપકડ કરી છે.

અગાઉ પણ બની હતી આવી જ ઘટના

મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લાના ઉમરેઠમાં યુવકો, દીકરીઓ સાથે મિત્રતા કેળવી તથા અંગત ફોટા પાડી યુવતીઓને પોતાની જાળમાં ફસાવવાની મોડસ ઓપરેન્ડી યુવકો અપનાવી રહ્યા હોવાની ઘટનાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહી છે. કોઈ ખાસ ઉદ્દેશ્ય પાર પાડવા માટે આવી મોડસ ઓપરેન્ડી અપનાવવામા આવી રહી હોવાનુ શહેરીજનોમા ચર્ચાઈ રહ્યુ છે. હજી થોડા દિવસ પહેલા જ ઉમરેઠમા એક રીક્ષા ડ્રાઇવર કે જે વિધર્મી હતો. તેની રિક્ષામાં દીકરી અપડાઉન કરતી હતી એને પોતાની જાળમાં ફસાવી હતી. એ ઘટનામાં પણ યુવતીના ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં પણ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બે વિધર્મી યુવકોએ દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આવી અવાર નવાર બનતી ઘટનાઓથી દીકરીઓએ સમજવાની અને તકેદારી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT