શાળાના બાળકોને લઈ પ્રવાસે જતી સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 35થી વધુ બાળકો હતા સવાર
દર્શન ઠક્કર, જામનગર: જિલ્લાના કાલાવડ ગામની શિવહરી વિદ્યાલયના 35 જેટલા બાળકો નરારા ટાપુઓ એક દિવસના પ્રવાસ માટે જતા હતા. તે દરમિયાન વાડીનારથી આઠ કિલોમીટર અંદર…
ADVERTISEMENT
દર્શન ઠક્કર, જામનગર: જિલ્લાના કાલાવડ ગામની શિવહરી વિદ્યાલયના 35 જેટલા બાળકો નરારા ટાપુઓ એક દિવસના પ્રવાસ માટે જતા હતા. તે દરમિયાન વાડીનારથી આઠ કિલોમીટર અંદર કંડલા પોર્ટની જેટી નજીક એકા એક બસ નો કાબુ ગુમાવતા 35 જેટલા બાળકોને નાની મોટી ઈજા થઈ હતી.
શિયાળાની શરૂઆતમાં શાળાઓ દ્વારા સામાન્ય રીતે પ્રવાસનું આયોજન થતું હોય છે. આ દરમિયાન જામનગર જિલ્લાની કાલાવાડની શિવહરી વિદ્યાલય દ્વારા બાળકો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રવાસ પર જામનગરના પ્રખ્યાત નરારા ટાપુ પર જઈ રહેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. વાડીનારથી આઠ કિલોમીટર અંદર કંડલા પોર્ટની જેટી નજીક એકા એક બસનો કાબુ ગુમાવતા 35 જેટલા બાળકોને નાની મોટી ઈજા થઈ હતી. જેમાં વાડીનાર નજીકના શ્રી સમર્પણ હોસ્પિટલ નજીક પ્રાથમિક સારવાર આપી અને વધુ ઇજાગ્રસ્ત બાળકોને જામનગરના સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છ થી આઠ જેટલા બાળકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગામ લોકો અને વાડીનાર હોસ્પિટલના સ્ટાફ સહિતના લોકો જોડાયા હતા. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે માટે લોકો મથી રહ્યા હતા.
શિયાળાની શરૂઆતના સમયે બાળકો માટે શાળાઓમાં પ્રવાસનું આયોજન થતું હોય છે ત્યારે હવે આવનાર સમયમાં અનેક શાળાઓ બાળકોને લઈ પ્રાસે ઉપડી પડશે. આ દરમિયાન વધુ આવી ઘટના ન બને તેની તકેદારી જરુંરી છે. એક તરફ કોરોનાના સંક્રમણનો ડર સતાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ હવે પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે ત્યારે બાળકો પર વધુ જોખમ જોવા મળી રહ્યું છે.
ADVERTISEMENT
આ બાળકોને પહોંચી વધુ ઇજા
જાડેજા અંકિતાબા- ઉંમર 18 બેડીયા ગામ
ચૌહાણ પૂજા ઉંમર- 16 બેડીયા ગામ
જાડેજા સિધેશ્વરીબા- ઉંમર 17 બેડીયા ગામ
બખતરીયા ક્રિશા- ઉંમર 10 કાલાવડ ગામ
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT