Amulએ દૂધના ભાવમાં કર્યો વધારો, આવતીકાલથી નવો ભાવ લાગુ
અમદાવાદ: મોંઘવારીથી જનતા ત્રાહિમામ છે અને બીજી તરફ તહેવારો આવી રહ્યા છે ત્યારે જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો જનતાને લાગ્યો છે. Amulએ દૂધના ભાવમાં પ્રતિ…
ADVERTISEMENT
અમદાવાદ: મોંઘવારીથી જનતા ત્રાહિમામ છે અને બીજી તરફ તહેવારો આવી રહ્યા છે ત્યારે જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો જનતાને લાગ્યો છે. Amulએ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારો આવતીકાલથી અમલમાં આવશે. આવતીકાલથી અમૂલ ગોલ્ડનો નવો ભાવ 500 ML 31 રૂપિયા થઇ જશે. તો અમૂલ શક્તિના 500 MLનો ભાવ 28 રુપિયા થઇ જશે. જ્યારે અમૂલ તાજાના 500 MLનો ભાવ 25 રુપિયા થઇ જશે.
તહેવારોમાં મોંઘવારીની ભેટ
રાજ્યમાં આ સપ્તાહથી જ તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે તહેવાર પહેલા જ અમૂલે જનતાને મોંઘવારીનો મોટો ઝટકો આપ્યો છે. તહેવારોની સિઝનમાં લોકોને અમૂલે મોંઘવારીની ભેટ આપી છે. અમૂલે દૂધના ભાવમાં ફરીવાર વધારો કર્યો છે. ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી તો જનતા ત્રાહિમામ છે. બીજીતરફ અમૂલે દૂધના ભાવ વધારતા પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે.
6 મહિનામાં બીજી વખત ભાવ વધાર્યો
અમૂલે 6 મહિનામાં બીજીવાર દૂધના ભાવમાં લિટરદીઠ 2 રૂપિયાનો વધારો કરી દીધો છે. ગત ફેબ્રુઆરીમાં પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દૂધના ભાવમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આવતીકાલથી લાગુ થશે.
ADVERTISEMENT
જાણો શું આપ્યું ભાવ વધારાનું કારણ
ભાવ વધારા મામલે અમૂલે જણાવ્યું હતું કે, આ ભાવ વધારો એકંદર ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરકના ખર્ચ અંદાજિત 20 ટકા વધી ગયો છે. ઇનપુટ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમૂલ ફેડરેશનના સંલગ્ન દૂધ સંઘો દ્વારા પણ ખેડૂતોના દૂર સંપાદન ભાવમાં પાછળ વર્ષની સરખામણીએ 8-10 ટકા જેટલો વધારો કર્યો છે. અમૂલ તેની નીતિના ભાગ રૂપે ગ્રાહકો દ્વારા દૂધ અને દૂયધની બનાવટ માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા દરેક રૂપિયાના લગભગ 80 પૈસા ચૂકવે છે. ભાવ સુધારણા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ ટકાવી રાખવામાં અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT