અમરેલીમાં માનવભક્ષી દીપડાનો આતંક, ઘરમાં ઊંઘતા વૃદ્ધા પર હુમલો કરતા મોત
હિરેન રવિયા/અમરેલી: અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસથી દિપડાનો આતંક યથાવત છે. આ વચ્ચે હવે જાફરાબાદના સરોવડા ગામે 67 વર્ષની વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો છે. જેમાં…
ADVERTISEMENT
હિરેન રવિયા/અમરેલી: અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસથી દિપડાનો આતંક યથાવત છે. આ વચ્ચે હવે જાફરાબાદના સરોવડા ગામે 67 વર્ષની વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો છે. જેમાં વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમનું મોત નિપજ્યું હતું. તો દીપડાના હુમલાની ખબર મળતા જ વનવિભાગ હરકતમાં આવ્યું હતું અને દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરી હતી.
વિગતો મુજબ, જાફરાબાદના સરોવડા ગામે રહેણાંક ઘરમાં 67 વર્ષના મોંઘીબેન બારેયા ઊંઘી રહ્યા હતા. આ દરમિાયન જ અચાનક દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. હાલમાં વૃદ્ધાના મૃતદેહને પી.એમ અર્થે રાજુલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. તો બીજી તરફ વનવિભાગનો સ્ટાફ પણ હરકતમાં આવ્યો છે અને માનવભક્ષી દીપડાને પકડવા માટે પાંજરા મૂકવામાં આવ્યા છે.
અમરેલીના ખાંભા શહેરમાં પણ દીપડાએ શિકાર કર્યાની વિગતોએ ભારે ચકચાર મચાવી હતી. શહેરી વિસ્તારમાં ખાંભાના આશ્રમ પરા ખાતે દીપડાએ વાછરડીનો શિકાર કર્યો હતો. શિકાર કરીને દીપડો વાછરડીને ઢસેડી જતો હોય તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ખાંભાની શેરીઓમાં દીપડાએ આખી રાત મિજબાની કરી હતી. લોકોનું કહેવું છે કે, સિંહ જેવી હાઈટ ધરાવતો ખુંખાર દીપડો હતો. રહેણાંક વિસ્તારમાં અવારનવાર દીપડો આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. સિંહોની પણ લટાર ગમે ત્યારે અમરેલીમાં રહેણાક વિસ્તારમાં જોવા મળતી હોય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT