Amreli: ખાંભાના ભાણીયામાં ખેડૂત પર દીપડાનો હુમલો, ગ્રામજનોમાં ભયનો માહોલ
અમરેલી: જિલ્લામાં રાની પશુના માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. સિંહ અને દીપડા માનવ પર સતત હુમલા કરી રહ્યા હોવાની અનેક ઘટના સામે…
ADVERTISEMENT
અમરેલી: જિલ્લામાં રાની પશુના માનવ પર હુમલાના બનાવો સતત વધી રહ્યા છે. સિંહ અને દીપડા માનવ પર સતત હુમલા કરી રહ્યા હોવાની અનેક ઘટના સામે આવી ચૂકી છે. આ દરમિયાન વધુ એક ઘટના અમરેલીના ખાંભા તાલુકામાં સામે આવી છે. ખાંભા તાલુકાના ભાણીયા ખાતે ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો છે.
અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા વસવાટ કરે છે. સામાન્ય રીતે દીપડા નાના બાળકો પર હુમલો કરતાં હોવાની ઘટના સામે આવે છે. પરંતું છેલ્લા ઘણા સમયથી દીપડાના માનવ પર હુમલો કરતો હોવાની ઘટના સામે આવી રહી છે. ખાંભા તાલુકાના ભાણીયા ગમે 37 વર્ષીય ખેડૂત ધીરુભાઈ વાળા પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ખેડૂત વાડીએ સૂતા હતા આ દરમિયાન દીપડાએ હુમલો કરી દીધો. ખેડૂતને લોહી લુહાણ હાલતમાં ખાંભા બાદ અમરેલી સારવાર અર્થ મોકલવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં સતત રાની પશુઓના માનવ પર હુમલાની ઘટના વધી રહી છે. આ દરમિયાન ભાણીયા ગામે 5 દિવસમાં દીપડાનો માનવ પર પરી હુમલો થતા ગામજનોમાં ભયનો માહોલ છવાયો છે. બીઓજી તરફ હુમલાખોર દીપડાને પકડવા ગામજનોએ માંગ કરી છે. ત્યારે વન્યપ્રાણીઓના હુમલાથી ભયનો માહોલ છવાયો છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )
ADVERTISEMENT