અમરેલીમાં ચાલક સાથે કાર ભુવામાં ઘૂસી ગઈઃ મહામહેનતે ચાલકને બહાર કાઢ્યો- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ આપણે જાતે બચતા રહેવાનું છે, ગુજરાતના લોકોએ હાલમાં જ વાવાઝોડા ઉપરાંત ભારે વરસાદનની પરેશાનીઓમાંથી પણ બહાર આવ્યા છે, ઘણા લોકો સંકટના સમયમાં બચ્યા છે તો ઘણાનો ભોગ લેવાઈ ગયો છે, પણ હવે આપણે રોડ પર વાહન હંકારતા અચાનક આવી જતા ખાડાઓથી થતા અકસ્માતોથી પણ બચવાનું છે અને ઠેરઠેર અચાનક પડી જતા ભુવાથી પણ બચવાનું છે. ભ્રષ્ટાચાર કહો કે કોઈ બીજું પણ કારણ આપી શકો છો પરંતુ આપણે ત્યાં એવી ઘણી ઘટનાઓ બને છે અને આગામી સમયમાં બનવાની શક્યતાઓને જોતા આપણે બચતા રહેવાનું છે તે નક્કી છે. અમરેલી જિલ્લાના કુંકાવાવ શહેરમાં ભૂગર્ભ ગટરમાં ભુવો પડતા એક વેગન આર કાર ચાલક સાથે તેમાં ખાબકી હતી. ભુવાના કારણે કાર ચાલકનો જીવ જોખમમાં મુકાયો હતો, પરંતુ તેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો.

PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ દ્વારકા કેબલ બ્રિજ બનીને તૈયાર, આ છે ખાસીયત

ફાયર વિભાગે કરી મદદ

ઘટના બુધવારે બપોરે બગસરા રોડ પર નીલકંઠ શોપિંગ સેન્ટર પાસે બની હતી. વેગન આર કાર કુંકાવાવથી ભાવનગર તરફ જઈ રહી હતી ત્યારે ભુવાના કારણે કાર ગટરમાં ખાબકી ગઈ હતી. ભુવાના કારણે કાર નીચે ધસી ગઈ હતી અને તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડે જેબીસીની મદદથી કારને કાઢવાનો પ્રયાસ કર્યો હતો, શરૂઆતમાં તેમાં સફળતા મળી ન હતી. આખરે 3 કલાકની જહેમત બાદ કારને કાઢી શકાઈ હતી.

આ ઘટનાથી કુંકાવાવ શહેરમાં ભારે ચકચાર મચી હતી. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ ઘટનાથી પાલિકાની કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થયા છે. લોકોનું કહેવું છે કે પાલિકાએ ભૂગર્ભ ગટરોનું નિરીક્ષણ ન કર્યું હોવાથી આ ઘટના બની છે. તેઓએ પાલિકાને આ બાબતમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ADVERTISEMENT

ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી

    follow whatsapp

    ADVERTISEMENT