ચૂંટણી પતી એટલે સરકારે કર્મચારીઓનો પગાર વધારો પાછો ખેંચ્યોઃ ગ્રેડ-પે મુદ્દે તંત્રની મોટી લપડાક
અમરેલીઃ હમણાં વિધાનસભા ચૂંટણી પહેલા પહેલા ઘણા આંદોલનો થયા હતા. ગાંધીનગર સુધી લોકો પોતાની રજૂઆતો લઈને પહોંચ્યા હતા. જોકે તે સમયે એવું કહેવામાં અતિશ્યોક્તિ નથી…
ADVERTISEMENT
અમરેલીઃ હમણાં વિધાનસભા ચૂંટણી પહેલા પહેલા ઘણા આંદોલનો થયા હતા. ગાંધીનગર સુધી લોકો પોતાની રજૂઆતો લઈને પહોંચ્યા હતા. જોકે તે સમયે એવું કહેવામાં અતિશ્યોક્તિ નથી કે સરકારનું નાક દબાવવાનો ખરો સમય છે તેવું આંદોલનકારીઓ પૈકીના ઘણા માનતા હતા. દરમિયાનમાં ગ્રેડ પેને લઈને પણ ઘણા વિભાગોના કર્મચારીઓ આંદોલનના માર્ગે દોડ્યા હતા. જે તે સમયે ચૂંટણીને ધ્યાને લઈ સરકાર દ્વારા ધણી માગણીઓ સ્વીકારવામાં આવી હતી. જોકે હવે જાણે બધું પલટી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. અમરેલી જિલ્લા પંચાયતની હિસાબી શાખા દ્વારા એક મોટો આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ પ્રમાણે ગ્રેડ પે સંદર્ભે માગણી કરીને હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓના 4 હજારનો વધારો કરાયો હતો તે પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
નવેમ્બરમાં આપેલા 4 હજાર પણ રિકવર કરવા આદેશ
અમરેલીના જિલ્લા પંચાયતની હિસાબી શાખાના એક હુકમમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રેડ પેની માગણી સંદર્ભે હડતાળ કરીને દબાણ લાવનારા આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવેલો રૂપિયા 4 હજારનો નજીવો વધારો પણ તેમણે પાછો ખેંચી લીધો છે. નવેમ્બર માસમાં આરોગ્ય ફિક્સ ગ્રેડ પેના કર્મચારીઓના 4 હજાર પરત રિકવરી કરવાનો જિલ્લા પંચાયતનો લેખિત આદેશ થતા કર્મચારીઓમાં પણ આ આદેશ ચર્ચાનો વિષય બન્યો છે. સરકાર દ્વારા આંદોલન સમયે સર્વેલન્સ પ્રોત્સાહન રકમ આપવાની પાત્રતાનો ઉલ્લેખ ન હોવાનું આદેશમાં જણાવીને રિકવરી કરવાનો આદેશ જિલ્લા પંચાતની હિસાબી શાખા દ્વારા કરવામાં આવ્યો છે.
કર્મચારીઓમાં રોષ હવે કરશે રજૂઆત
ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લાાં ફિક્સ ગ્રેડ પેના 50 જેટલા કર્મચારીઓને નવેમ્બર માસમાં આપવામાં આવેલા સર્વેલન્સ પ્રોત્સાહનના 4 હજાર પાછા રિકવર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં 156 બેઠકો મળ્યા પછી સરકારના ઠરાવ સામે ફિક્સ પેના આરોગ્ય કર્મચારીઓની રિકવરી સામે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અમરેલી આરોગ્ય કર્મચારી મહાસંઘના કન્વીનર દ્વારા આવતીકાલે જિલ્લા પંચાયતના ડીડીઓને રિકવરી સામે રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
(વીથ ઈનપુટઃ રોનક જાની, અમરેલી)
ADVERTISEMENT
ADVERTISEMENT