કોરોનાના ફૂંફાડા વચ્ચે સરકાર રસીકરણ મુદ્દે સાવ ઉદાસીન, નવા 417 કેસ નોંધાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે સતત વધતો જઇ રહ્યો છે. આજે કોરોનાનાં આંકડામાં ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં કોરોનાના 417 નવા કેસ નોંધાયા હતા. બીજી તરફ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ 98.98 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ 322 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,73,152 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

રાજ્યમાં હાલ કુલ 2087 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 2084 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપીને 12,73,152 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં 11,065 નાગરિકો કોરોના સામેનો જંગ હારી ચુક્યા છે. જો કે કોરોના હંમેશાની જેમ જ સરકાર ફરી રસીકરણના આંકડા છુપાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે કોરોનાની રસી ખાનગી દવાખાના સિવાય કોઇ પણ સરકારી દવાખાને નથી મળી રહી તેવા અનેક મીડિયા અહેવાલો આવી ચુક્યા છે.

નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 417 પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 136, મહેસાણા 46, વડોદરા કોર્પોરેશનમાં 29, સુરત કોર્પોરેશન 28, વડોદરા 26, સુરત 23, પાટણ 20, ભરૂચ 15, વલસાડ 14, ગાંધીનગર 12, ગાંધીનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશન 7-7, રાજકોટ 6, આણંદ,મોરબી અને સાબરકાંઠામાં 5-5, ભાવનગર – કચ્છમાં 4-4, અમદાવાદ 3, ગીર સોમનાથ 3, સુરેન્દ્રનગર 3, દાહોદ, જામનગર, ખેડા, પંચમહાલ, પોરબંદરમાં 2-2, અમરેલી અને અરવલ્લી અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે. જો કે કુલ 10 જિલ્લા હજી પણ કોરોના મુક્ત છે જે રાહતના સમાચાર કહી શકાય.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT