બિપોરજોય વાવાઝોડું વધુ તીવ્ર બન્યું, જામનગરમાં દરિયાકિનારે કલમ 144 લાગુ, દ્વારકામાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદ: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની આફતના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની આફતના પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ વચ્ચે જામનગરમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા દરિયા કિનારાના વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. તો દ્વારકા જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કચ્છના મુંદ્રા પોર્ટ પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
જામનગરમાં કલમ 144 લાગુ
જામનગરમાં બીપોરજોય વાવાઝોડાને પગલે સ્થાનિક તંત્ર એલર્ટ મોડ પર છે. સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા જામનગરના દરિયા કિનારા વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને વ્યક્તિઓની અવરજવર, પશુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. જ્યારે મહાનગરપાલિકા હસ્તકની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં તારીખ 12,13,14 ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓમાં એક દિવસની બાળકો માટે રજા જાહેર કરાઈ છે. જિલ્લા શિક્ષણઅધિકારીએ પણ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ આપ્યા છે.
દ્વારકામાં સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર
તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડાથી 125 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તો દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. એવામાં દ્વારકા જિલ્લામાં 15 તારીખે રેડ એલર્ટ જાહેર કરાયું છે અને અત્યાર સુધીમાં હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકામાં જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે, તો 15મી જૂને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
મુંદ્રા પોર્ટ પર 4 નંબરનું સિગ્નલ લાગ્યું
કચ્છમાં પણ બિપોરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળશે. પરિણામે મુદ્રા પોર્ટ પર 4 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. નાના જહાજોનું સંચાલન ચાલી રહ્યું છે અને સાવધાનીના ભાગ રૂપે મોટા જહાજોને દરિયામાં જ રહેવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે.
પોરબંદરમાં પણ તંત્ર સજ્જ
પોરબંદરમાં પણ બીપોરજોય વાવાઝોડાને લઈ બંદર પર 4 નંબરનુ સિગ્નલ લગાડવામા આવ્યું હતું. વાવાઝોડાને લઈને પોરબંદરના જીલ્લા કલેકટર કે.ડી લાખાણીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને લઈને રેવન્યુ, પોલીસ, એનડીઆરએફ, કોસ્ટ ગાર્ડ અને નેવીની ટીમો સતત સંકલનથી કામગીરી કરી રહી છે અને કોઈપણ પરિસ્થિતીને પહોંચી વળવા માટે તંત્ર સજજ છે.
ADVERTISEMENT
જાફરાબાદના દરિયાકિનારે 30 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા
બિપોરજોય વાવાઝોડાની આફત જેમ જેમ ગુજરાત તરફ આગળ ધપી રહ્યું છે તેમ તેમ અમરેલી જિલ્લાના જાફરાબાદનો દરિયો વધુ ગાંડોતૂર બનીને કિનારા પર ત્રાટકી રહ્યો છે. રવિવારે દરિયામાં 30-30 ફૂટના મોજાઓ કિનારા સાથે ધડાકાભેર અથડાયા હતા. જાણે દરિયો જાફરાબાદ બંદરને ઘમરોળી નાખવા આતુર બન્યો હોય તેમ વિશાળ મોજાંઓની થપાટ કિનારા સાથે અથડાઇ રહી હતી. 30 ફૂટ ઉપરાંતના મોજોથી જાફરાબાદ વાસીઓની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT