AMCએ ડિજિટલ ક્ષેત્રે ભર્યું મોટું ડગલું, હવે અમદાવાદના લોકોને મળશે આ સેવા
અમદાવાદ: એક તરફ દેશ અને દુનિયા ડિજિટલ ક્ષેત્રે સતત આગળ વધી રહી છે. આ દરમિયાન એક બાદ એક જરૂરી કર્યો ડિજિટલ થવા લાગ્યા છે. ત્યારે…
ADVERTISEMENT
અમદાવાદ: એક તરફ દેશ અને દુનિયા ડિજિટલ ક્ષેત્રે સતત આગળ વધી રહી છે. આ દરમિયાન એક બાદ એક જરૂરી કર્યો ડિજિટલ થવા લાગ્યા છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાએ ડિજિટલ ક્ષેત્રે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. ટેક્ષ બિલ ભરવા માટે સરળતા રહે તે માટે રેવન્યુ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. હવેથી અમદાવાદીઓને મળનાર ટેક્ષ બિલમાં QR Code સાથે અપાશે. જેના માધ્યમથી ટેક્ષ કરદાતા તેમનું બિલ ઓનલાઇન ભરી શકશે.
હવે દેશ ભરમાં ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ થઈ છે. એક બાદ એક સુવિધા હવે ઘર બેઠે જ મળવા લાગી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વની સુવિધા શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં ટેક્ષ બિલમાં QR Code સાથે અપાશે. જેના માધ્યમથી ટેક્ષ કરદાતા તેમનું બિલ ઓનલાઇન ભરી શકશે. તેમજ વોટસઅપના માધ્યમથી બિલ કોપી પણ કાઢી શકાશે. જેથી ટેક્ષ કરદાતા બિલ સરળતાથી ભરી શકશે. ટેક્ષ કરદાતાએ સિવિક સેન્ટરની લાઇનમાં ઉભા રહેવું પડશે નહી. આ QR Code નો અમલ ચાલુ વર્ષના બિલમાં થઇ જશે.
થશે આ ફાયદા
બીલોમાં QR CODE જેથી નાગરિકો સરળતાથી ઘરે બેઠા બીલ ભરી શકશે. સૌપ્રથમવાર લગભગ ત્રણ માસ પહેલા બીલોની વહેંચણી શરૂ કરાઇ છે. ચાલુ વર્ષમાં મે માસમાં એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના અમલમાં હતી. આ એડવાન્સ રીબેટ સ્કીમને કરદાતા તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળેલ છે. તે સમય દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અંદાજીત ૪૫% જેટલા કરદાતાઓએ પોતનો એડવાન્સ ટેક્ષ ચૂકવી દીધેલ છે. જે કરદાતાએ ભલે ટેક્ષ પુરેપુરો ભરેલ છે તેને પણ પોતાના રેકર્ડ માટે ટેક્ષ બીલની કોપી મોકલવામાં આવશે. જેમાં બાકી ટેક્ષ શૂન્ય હશે. ચાલુ વર્ષમાં મધ્યઝોનનું વેલ્યુએશન વર્ષ હોઈ મધ્યઝોનમાં હાલ સર્વેની કામગીરી ચાલુ છે જે પૂર્ણ થયેથી તેનું ચાલુ વર્ષનું બીલીંગ કરવામાં આવશે. ગત વર્ષમાં ઉત્તર પશ્ચિમ ઝોનનું વેલ્યુએશન વર્ષ હતું તેની સર્વેનીકામગીરી પૂર્ણ થયેલ છે જેની ડેટા એન્ટ્રીની કામગીરી પૂર્ણ કરી ટૂંક સમયમાં તેના બીલ કમ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે.
ADVERTISEMENT
સપ્ટેમ્બર સુધીમાં 19 લાખ બિલની વહેચની થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છ ઝોનના અંદાજીત 19 લાખ બીલો તાત્કાલિક ધોરણે છપાવી ટેક્ષ ખાતાના કર્મચારીઓ મારફ્તે કરદાતાઓને પહોંચાડવામાં આવશે.ત્રણ તબક્કામાં બીલો છપાશે. જે પૈકી પ્રથમ તબક્કાના બીલોની વહેંચણી હાલમાં શરૂ કરેલ છે. ત્યારપછી બીજા તબક્કાના બીલોની વહેચણી 1 ઓગસ્ટ સુધીમાં શરૂ થશે અને છેલ્લા તબક્કાના બીલોની વહેંચણી 16-17ઓગસ્ટ સુધીમાં શરૂ થશે. સપ્ટેમ્બરમાસ સુધીમાં ત્રણ તબક્કામાં તમામ 19 લાખ બીલોની વહેંચણીનું આયોજન કરવામાં આવેલ છે.
કરી આ પહેલ
અમદાવાદમાં એડવાન્સ ટેક્ષમાં ઓનલાઈન માધ્યમથી ટેક્ષ ભરનાર કરદાતાઓને રીબેટ આપવામાં આવેલ હતું. જેના કારણે અંદાજે 55% જેટલા કરદાતાઓએ ઓનલાઈન માધ્યમથી પેમેન્ટ કરેલ છે. Digital India Initiative ના ભાગ સ્વરૂપે QR code સ્કેન કરવાની તેમજ whatsapp chatboat મારફતે ટેક્ષ પેમેન્ટ કરવાની પહેલ કરેલ છે. ચાલુ વર્ષે AMC દ્વારા કરદાતાઓને અપાતા ટેક્સ બિલમાં દરેક બિલના ટેનામેન્ટ નંબર પ્રમાણે QR Code છાપવામાં આવેલ છે. જે સ્કેન કરી કરદાતાઓ સીધા તેમના પ્રોપર્ટી/પ્રોફેશનલ ટેક્ષ UPI તથા અન્ય ઓનલાઈન માધ્યમથી આસાનીથી ભરી શકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT