અંબાલાલ પટેલી આગાહી: ગુજરાતના આ જિલ્લાઓમાં એપ્રિલમાં કરા સાથે વરસાદ પડશે, ગરમી પણ તોડશે રેકોર્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં માર્ચ બાદ હવે એપ્રિલ મહિનામાં પણ માવઠું ગુજરાતનો પીછો છોડી રહ્યું નથી. સામાન્ય રીતે મે-એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો વધતો હોય છે જેની સામે આ વર્ષે એપ્રિલમાં પણ માવઠું થઈ રહ્યું છે. કાળજાળ ગરમી પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ફરી એક રાજ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વીજળીના ચમકારા અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.

કરા સાથે વરસાદ અને હિટવેવની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે કે, રાજ્યમાં 5થી 8 એપ્રિલ વચ્ચે જુદા જુદા ભાગોમાં વરસાદ થશે અને આંધી સાથે વરસાદ પડશે. બીજી તરફ આગામી દિવસોમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પણ રહેવાની શક્યતા દર્શાવી છે. આમ એપ્રિલમાં વરસાદ અને હિટવેવ બંનેની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી?
ઉત્તર, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. વરસાદના બીજા રાઉન્ડમાં 10થી 15 એપ્રિલ સુધી વિવિધ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે. 5થી 8 અને 10થી 15 એપ્રિલ દરમિયાન કરા સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે. 7 એપ્રિલથી રાજ્યના વિવિધ ભાગોમાં ગરમી વધશે જેમાં વડોદરા, આણંદ, અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. કચ્છમાં પણ ગરમી વધશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT